Ahmedabad Crime News: rbi અને nsfu વચ્ચે એક નિર્ણય લેવાયો છે અને જેમાં હવે સરકારી બેન્કોના (Government bank) અધિકારીઓ ને nsfu ખાસ ટ્રેનિંગ આપશે. ફ્રોડ પેહલા કઈ રીતે કાર્યવાહી કરી શકાય અને ફ્રોડ રોકવા અધિકારીઓ લેશે ખાસ ટ્રેનિંગ અને હેકરોને nsfu આપશે જવાબ.
અમદાવાદઃ દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમ (Cyber Crime) અને એમાં પણ બેંક એકાઉન્ટ હેક કરી રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના કેસને રોકવા nsfu હવે મેદાને આવી છે. rbi અને nsfu વચ્ચે એક નિર્ણય લેવાયો છે અને જેમાં હવે સરકારી બેન્કોના (Government bank) અધિકારીઓ ને nsfu ખાસ ટ્રેનિંગ આપશે. ફ્રોડ પેહલા કઈ રીતે કાર્યવાહી કરી શકાય અને ફ્રોડ રોકવા અધિકારીઓ લેશે ખાસ ટ્રેનિંગ અને હેકરોને nsfu આપશે જવાબ.
સાયબર ક્રાઈમ જે રીતે વધી રહેલ છે તેને લઈ બેંક સાથે અને એકાઉન્ટ હેક કરીને જવા રીતે ખાતામાંથી રૂપિયા લઈ લેવામાં આવે છે એવા કિસ્સામાં ફ્રોડ ના થાય તે માટે પ્લાન બની ગયું છે. સામાન્ય રીતે ફ્રોડ થયા બાદ તપાસ થતી હોય છે પંરતુ હવે ફ્રોડ ના થાય તે માટે બેંક ના અધિકારીઓ ને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે અને જે ગાંધીનગર ની nsfu માં આપવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પેહલા ગાંધીનગરના nsfuમાં દેશના તમામ પબ્લિક સેકટર બેંકના md અને ચેરમેનની સાથે વિજિલન્સ અધિકારી અને cbiના ડાયરેકટર વચ્ચે એક મિટિંગ થઈ હતી.
અને જેમાં nsfuના vc જે એમ વ્યાસ દ્વારા આ ફ્રોડને કઈ રીતે રોકી શકાય છે તેનું દાખલો આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ નિર્ણય લેવાયો કે તેમને nsfu ટ્રેનિંગ આપશે.
આ મામલે નવીન કુમાર ચૌધરી, ડિન,સ્કૂલ ઓફ સાયબર સિક્યુરિટી નું કેહવું છે કે આ ટ્રેનિંગ તબક્કા વાર ચાલશે અને 3 તબક્કા માં ચાલશે જેમાં ફ્રોડ થતા કઈ રીતે રોકી શકાય. થઈ ગયું તો કઈ રીતે શોધી શકાય અને અને તપાસ કઈ રીતે થશે.
" isDesktop="true" id="1195355" >
તે તમામ ટ્રેનિંગ આપવામાં આવશે.નોંધનીય છે કે હેકરો ને જવાબ આપવા nsfu મેદાને આવી છે ત્યારે કેટલી સફળતા મળે છે એ જોવાનું રહેશે.