Home /News /ahmedabad /સરખેજ NRI મહિલાના મોત મામલે મોટો ખુલાસો, 73 વર્ષના પતિએ હત્યા બાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સરખેજ NRI મહિલાના મોત મામલે મોટો ખુલાસો, 73 વર્ષના પતિએ હત્યા બાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
NRI મહિલાની અમદાવાદમાં હત્યા
આ ખુલાસામાં સામે આવ્યું છે કે, પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હતી. જોકે પતિને પણ પત્નીને માર્યા બાદ આત્મહત્યા કરવી હતી, પરંતુ હિંમ્મત ન ચાલી નહીં. આ બાદ સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવ્યો હતો.
અમદાવાદ: 12 જાન્યુઆરી 2023ના રોજ અમદાવાદના પોશ વિસ્તારમાં હત્યાની ઘટનાએ ચર્ચા જગાવી હતી. જણાવી દઈએ કે, મકરબામાં કોર્પોરેટ રોડ પાસે ફ્લેટમાં રહેતા NRI વૃદ્ધ દંપતીના આપઘાત પ્રયાસ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસામાં સામે આવ્યું છે કે, પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હતી. જોકે પતિને પણ પત્નીને માર્યા બાદ આત્મહત્યા કરવી હતી, પરંતુ હિંમ્મત ન ચાલી નહીં. આ બાદ સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવ્યો હતો.
મકરબા પાસે આવેલા ઓરચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં 10 દિવસ પહેલા વૃદ્ધ દંપતીએ પોતાના હાથ અને ગળામાં ચાંકુ વડે ગંભીર ઇજા પહોંચાડીને આપઘાતનો પ્રયાસ કર્યા હોવાના સમાચાર આવ્યા હતા અને જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મોત નીપજ્યું હતું. આ સાથે, 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવની જાણ થતા સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ કિરણ ભાઈ એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કૂદકો મારવા માટે જઈ રહ્યા હતા, પરંતુ તેમની હિમ્મત ન ચાલતા તેમણે પોતાના પર ચાકુંના ઘા માર્યા હતા.
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, કિરણ ભાઉએ આ બધું કરતા પહેલા પોતાના ભત્રીજા અને પારિવારિક ડોક્ટરને વોટ્સએપનો મેસેજ કર્યો હતો. આ બાદ, સવારે 7 વાગે મેસેજ મળતા ભત્રીજાએ પોલીસ કન્ટ્રોલને જાણ કરી હતી. આ બાદ, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચતા જાણવા મળ્યું કે, ઘટના સ્થળે વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને પતિ કિરણ ભાઉ ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે, આ દંપતી અમેરીકાથી એક વર્ષ પહેલા જ અમદાવાદ આવ્યા હતા. આ એન્ગલથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે, આ લોકોની સારવારને લઈને અમેરિકાથી જ માથાકૂટ ચાલી રહી હતી. બન્ને વચ્ચે ઘર કંકાસ હોવાનું સામે આવ્યું હતું કે, આ માથાકૂટ એટલા માટે હતી કે, તેઓ બન્ને નિઃસંતાન હતા. આ વૃદ્ધ દંપતી અમેરિકાથી અમદાવાદ આવ્યા બાદ પ્રહલાદ નગર રહેતા હતા અને ચાર મહિનાથી અર્ચીડ એક્ઝોટીકામાં રહેવા આવ્યા હતા. હાલ, પોલીસ દ્વારા આગળની તપાસ હાછ ધરવામાં આવી છે. હજૂ પણ તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવી શકે તેમ છે.