Union
Budget 2023

Highlights

Home /News /ahmedabad /અમેરિકાથી લગ્ન કરવા આવેલા ગુજરાતી યુવકને અમદાવાદ એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવાયો!

અમેરિકાથી લગ્ન કરવા આવેલા ગુજરાતી યુવકને અમદાવાદ એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવાયો!

લગ્ન માટે આવેલા એનઆરઆઇ સાથે 'ન ઘરના ન ઘાટના' જેવી સ્થિતિ સર્જાઇ

Ahmedabad News: સાતમી જાન્યુઆરીએ લગ્ન કરવા આવેલા યુવકને અમદાવાદ એરપોર્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યો, શું છે કારણ?

    અમદાવાદ:  મૂળ આણંદનો વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા એક એનઆરઆઇ સાથે 'ન ઘરના ન ઘાટના' જેવી સ્થિતિ સર્જાઇ છે. હકીકતમાં યુવક 28મી ડિસેમ્બરના રોજ લગ્ન માટે અમદાવાદ આવી પહોંચ્યો હતો. યુવકના લગ્ન સાતમી જાન્યુઆરીના રોજ નક્કી થયા હતા. જોકે, તેણે એરપોર્ટ પરથી જ પરત જવાનો વારો આવ્યો હતો.

    મૂળ આણંદનો યુવક અમેરિકાનો પાસપોર્ટ ધરાવે છે અને લગ્ન કરવા માટે ભારત આવ્યો હતો. કેન્દ્ર સરકારે તેના ઇ-વિઝા રદ  કરી દેતા યુવકને અમદાવાદમાંથી દુબઈ ખાતે ડિપોર્ટ કરાયો હતો. આ મામલે હાઇકોર્ટે પણ ચુકાદો અનામત રાખ્યો હતો.

    એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યો

    આ યુવકે 2021માં ભારત માટે ઇ-વિઝા મેળવ્યા હતા  અને ત્યારબાદ ભારત આવ્યો હતો અને યુવતી સાથે આર્ય સમાજની વિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતા. જે બાદમાં તે અમેરિકા પરત ગયો હતો. સાતમી જાન્યુઆરી, 2023ના રોજ સામાજિક રીતરિવાજ મુજબ યુવકને લગ્રન નક્કા થયા હોવાથી તે ભારત આવ્યો હતો. જોકે, તેને પરત મોકલી દેવાયો હતો. જેના બે દિવસ બાદ કેન્દ્ર સરકારે તેના ઇ-વિઝા પર રદ કરી દીધા હતા.

    આ પણ વાંચો: 12 વર્ષની દીકરી સાથે પિતાને કરવું હતું લગ્ન, કરતો હતો અડપલાં

    એવું શું છે કારણ?

    અમેરિકાની પોલીસે આ યુવક સાથે  14 વર્ષની કિશોરીની બનીને વાત કરી હતી. તેના પર યુવતીઓને ફસાવવાના કેસ નોંધાયેલા છે. જે બાદમાં ફરિયાદ થતા તેને યૂએસ કોર્ટે 100 કલાક કોમ્યુનિટી સર્વિસનો આદેશ કર્યો હતો.  બીજી તરફ યુવકના પરિવારે દલીલ કરી છે કે લગ્ન માટે આખો પરિવાર ભારતમાં છે અને તેને દુબઈમાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. લગ્નનની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે યુવકને પરિવાર તેને વિઝા મળે તેવી માંગણી કરી રહ્યો છે.

    બીજી બાજુ, કેન્દ્ર સરકારની રજૂઆત હતી કે અરજદાર સામે બાળકોને પરેશાન કરવાનો કેસ નોંધાયેલો છે. આવી છ જેટલી ફરિયાદ થયેલી છે. અરજદાર દ્વારા ખોટો હોબાળો કરવામાં આવી રહ્યો  છે. વર્ષ 2021માં તેને ઇ વિઝા આપવામાં આવ્યા હતા, ત્યારે તેમાં તેની સામે કોઇ કેસનો ઉલ્લેખ ન હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन