Home /News /ahmedabad /હવે ST બસ ક્યાં પહોંચી તેની માહિતી મળી રહેશે, બસ આટલું કરો

હવે ST બસ ક્યાં પહોંચી તેની માહિતી મળી રહેશે, બસ આટલું કરો

એસ.ટી. તંત્ર તરફથી પ્રવાસીઓને સુવિધા આપવા માટે બસ ક્યાં પહોંચી છે તેની માહિતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

એસ.ટી. તંત્ર તરફથી પ્રવાસીઓને સુવિધા આપવા માટે બસ ક્યાં પહોંચી છે તેની માહિતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

    વિભુ પટેલ, અમદાવાદ : દિવાળી વેકેશન અને તહેવારે કારણે રસ્તાઓ પર ટ્રાફિક વધી ગયો છે. દિવાળીના દિવસોમાં ખાનગી અને એસ.ટી. બસોમાં બુકિંગ ફૂલ હોય છે. સામાન્ય રીતે લોકો પોતાના વતનમાં દિવાળી મનાવવાનું પસંદ કરતા હોય છે. દિવાળી પર એસ.ટી.ની બસોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં એડવાન્સ બુકિંગ થતું હોય છે. આ દિવાળીએ પણ એસ.ટી.માં ખૂબ એડવાન્સ બુકિંગ થયું છે. ત્યારે એસ.ટી. તંત્ર તરફથી પ્રવાસીઓને સુવિધા આપવા માટે બસ ક્યાં પહોંચી છે તેની માહિતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે તમારી બસ ક્યાં પહોંચી તેની માહિતી મેળવી શકાશે.

    એસ.ટી. બસ ક્યાં પહોંચી તેની માહિતી કેવી રીતે મેળવશો?

    • આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી GSRTC ઍપને ડાઉનલોડ કરવી પડશે

    • જે બાદ TRACK MY BUS પર ક્લિક કરો

    • તમે એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે તેનો PNR નંબર તમારી ટિકિટમાં હશે

    • તમારે ઍપમાં PNR NO દાખલ કરવાનો રહેશે

    • જે બાદ VeHICLE NO (બસનો નંબર) એડ કરો અને SUBMIT કરો


    આટલું કર્યા બાદ તમે બસના પ્રસ્થાનથી લઈ ગંતવ્યસ્થાન સુધી ટ્રેક કરી શકશો. આથી તમારે હવે જે તે સ્ટોપ પર વહેલા નહીં જવું પડે અને બસ ચુકશો પણ નહીં. દિવાળી કે રજાઓના દિવસોમાં ટ્રાફિક જામને કારણે બસ વહેલા કે મોડી થતી હોય છે. આવા સમયમાં પ્રવાસીઓએ કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે.



    મહત્વપૂર્ણ છે કે દિવાળીના તહેવારને લઈ એસટી નિગમ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે 1500 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. દિવાળીને કારણે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન સહિત તમામ સ્ટોપ પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.

    અમદાવાદ ડીસી એન.બી. સીસોદિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ગીતા મંદિર બસપોર્ટ પરથી પણ વધારાની 300 બસ દોડાવવામાં આવી રહી છે. પ્રવાસીઓનો ધસારો જેમ જેમ વધશે તેમ બસોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ચાલુ વર્ષે વિશેષ બસ દોડાવેશે, આ બસો સામાન્ય ભાડમાં જ દોડાવશે. ખાસ કરીને અમદાવાદથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાત તરફ પ્રવાસીઓની ભીડને જોતા એસ.ટી. તરફથી ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે.

    આ પણ વાંચો : અલ્પેશ ઠાકોરને હરાવી રઘુ દેસાઇએ 2017ની ચૂંટણીના દગાનો ‘બદલો’ લીધો
    First published: