Home /News /ahmedabad /લ્યો બોલો.. હવે ચોરો મહિલાના કપડા પહેરી ચોરી કરવા લાગ્યા, ઘટના CCTVમાં કેદ

લ્યો બોલો.. હવે ચોરો મહિલાના કપડા પહેરી ચોરી કરવા લાગ્યા, ઘટના CCTVમાં કેદ

હવે ચોરો મહિલાના કપડા પહેરી ચોરી કરવા લાગ્યા

Ahmedabad Crime News: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો બનાવ બન્યો છે. આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા સૂચના ખાસ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરી લેવામા આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સાણંદ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો બનાવ બન્યો છે. આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા સૂચના ખાસ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરી લેવામા આવી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ પોલીસ તપાસમાં આ કેસને લઈ ચોકાવનારી વિગતો સામે આવી છે.

પોલીસ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા


ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં અનેક ખુલાસા પણ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહિલાનું ગાઉન પેહરીને દુકાનમાં જતો હતો અને ચોરી કરીને ફરાર થઈ જતો હતો. આ ચોરો અનોખી રીતે ચોરી કરતા હતા. જેથી તેમનુ નામ ક્યારેય પણ બહાર ન આવી શકે. આ મામલે પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે. જેમાં વધુ ચોકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

આ પણ વાંચો: જેઠાણી ઘર છોડીને જતી રહેતા જેઠ સાથે સંબંધ રાખવા દેરાણી પર દબાણ, જાણો શું છે હકીકત!

11 જેટલી led ટીવીની ચોરી કરી ચોર ફરાર


પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, કનુ ઠાકોર આ કેસનો મુખ્ય આરોપી છે. તેણે મહિલાનું ગાઉન પેહરી મહિલાનો વેશ ધારણ કર્યો અને દુકાનમાં ગયો હતો. ત્યાંથી તેને 11 જેટલી led ટીવીની ચોરીને ફરાર થઈ ગયો હતો. પોલીસને જે સીસીટીવી હાથ લાગ્યા છે. એમાં પણ આરોપી ગાઉન પેહરીને ચોરી કરવા માટે ગયો હોવાનું સામે આવી રહ્યું છે. તપાસમાં વધુ વિગતો સામે આવી છે કે, આ મુદ્દામાલનું રીસિવ કરનાર અન્ય 2 આરોપી રાહુલ ઠાકોર અને મહેશ ઠાકોર ની પણ ધરપકડ કરવામાં આવી છે.

ચોરીની ઘટનાનો આરોપી જુનો અને રીઢો ગુનેગાર


ઉલ્લેખનીય છે કે, ચોરીમાં લઈ ગયેલ મુદ્દામાલને પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે. આ પહેલા પણ આરોપીઓ સામે ગુના નોધાઇ ચૂક્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસ હવે તેની પણ તપાસ કરી રહી છે કે, આ લોકો સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ? આમ અનોખી રીતે ચોરી કરનાર આરોપી કનુએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરી છે. તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: ગુજરાત, ચોરી, ચોરીની ફરિયાદ

विज्ञापन
विज्ञापन