Home /News /ahmedabad /દિવાળી ફળી: સિવિલ હોસ્પિટલની 1200 બેડમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં

દિવાળી ફળી: સિવિલ હોસ્પિટલની 1200 બેડમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં

અમદાવાદમાં દિવાળી બાદ પણ કોરોનાનો એક પણ કેસ નહીં

કોરોની મહામારીનાં (Corona Case) આ પાછા પગલા સમયે તહેવારો આવ્યાં અને લોકોની ભીડ બજારમાં જોવા મળી. આ દ્રશ્યો જોતા ડોકટરોને ચિંતા હતી કે કોરોનાનાં કેસ દિવાળી બાદ વધશે. પરંતુ છઠ સુધીમાં (Ahmedabad City) અમદાવાદ શહેરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. અને છેલ્લા કેટલાક મહિનાથી કોરોના પોઝિટિવ કેસ અવ્યા નથી.

વધુ જુઓ ...
કોરોની મહામારીનાં (Corona Case) આ પાછા પગલા સમયે તહેવારો આવ્યાં અને લોકોની ભીડ બજારમાં જોવા મળી. આ દ્રશ્યો જોતા ડોકટરોને ચિંતા હતી કે કોરોનાનાં કેસ દિવાળી બાદ વધશે. પરંતુ છઠ સુધીમાં (Ahmedabad City) અમદાવાદ શહેરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. અને છેલ્લા કેટલાક મહિનાથી કોરોના પોઝિટિવ કેસ અવ્યા નથી. આગામી દિવસોમાં પણ કોરોના કેસ ન આવે તેવી આશા રાખી રહ્યા છે. પણ આવનાર 10 થી 15 દિવસ વધુ મહત્વના બની રહેશે.ગત વર્ષ છઠના દિવસે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ 1200 બેડ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફૂલ હતી.પરંતુ ચાલુ વર્ષની છઠના દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો એક પણ કેસ નથી.

આ પણ વાંચો-ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજાનું સમાપન, અમદાવાદમાં જુઓ કેવો હતો માહોલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) સુપરિટેનડેન્ટ ડોકટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય મહિનાથી કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી.અને દિવાળીના તહેવારમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી.જે સારા સંકેત છે.પરંતુ આગામી 10 થી 15 દિવસ મહત્વના બની રહેશે.જો કે વેકસીનેશન ફળ્યું છે.હેલ્થવર્કન ની મહેનત રંગ લાવી છે.અને લોકોએ પણ વેકસીન લેવા જોડાયા હતા તમામ લોકોની મહેનત બાદ કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જે પોઝિટિવ સંકેત છે.

આ પણ વાંચો-દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસવાડવાનું ષડયંત્ર, દેવભૂમિ દ્વારકામાંથી પકડાયું રૂ. 350 કરોડ ડ્રગ્સ

ડિસેમ્બર મહિનાથી 1 થી 5 ધોરણના કલાસ ચાલુ કરવા માટે વિચારણા ચાલી રહી છે ત્યારે ડોકટર જોષીએ જણાવ્યું છે કે નોર્મલ લાઈફ તરફ આગળ વધવું જોશે.બાળકોના શિક્ષણ માટે શિક્ષકની જરૂર હોય છે.ઓનલાઈન ક્લાસના ફાયદા અને ગેરફાયદા બંને છે.સ્કૂલે જશે તો બાળકોનો ઉત્સાહ વધશે. પણ સાથે તકેદારી પણ એટલી જરૂરી બની રહેશે.વાલીઓ અને સ્કૂલ સંચાલકો બંને ની જવાબદારી બની રહેશે.બાળકોને સ્કૂલમાં ડિસ્ટન્સ બેસાડવામાં આવે સાથે સેનિટાઇઝ કરવામાં આવે..તેમજ બાળકો ને ખુલ્લી વાન બેસાડવામાં આવે.એસી વાન ઉપયોગ કરવો જોઈએ નહીં.બાળકો ને સામાન્ય શરદી ખાંસી હોય તો સ્કૂલે મોકલવા જોઈએ નહીં.જો તકેદારી રાખીશું તો નોર્મલ લાઈફ તરફ ઝડપથી આગળ વધિશું.ડિસેમ્બર મહિનાથી 1 થી 5 ધોરણના કલાસ ચાલુ કરવા માટે વિચારણા ચાલી રહી તો આવકાર દાયક પગલું હશે
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedaabad News, Corona News, અમદાવાદ સિવિલ હોસ્પિટલ

विज्ञापन