Home /News /ahmedabad /Ahmedabad : ઉત્તર ભારતના સોયા ચાપ ટીક્કાનો ટેસ્ટ અહી માણો, આ રીતે બને સોયા ચાપ ટીક્કા

Ahmedabad : ઉત્તર ભારતના સોયા ચાપ ટીક્કાનો ટેસ્ટ અહી માણો, આ રીતે બને સોયા ચાપ ટીક્કા

X
દિલ્હીનાં

દિલ્હીનાં યામિની બત્રા અને મધ્યપ્રદેશનાં મોહિત બત્રાએ કોરોના કાળ બાદ ફૂડનો વ્યવસાય શરૂ કર્યો. ખાસ કરીની ઉત્તર ભારતનાં સોયા ચાપ ટીક્કા ફૂડ બનાવે છે. સોયા ચાપ ટીક્કા ઉત્તર ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

દિલ્હીનાં યામિની બત્રા અને મધ્યપ્રદેશનાં મોહિત બત્રાએ કોરોના કાળ બાદ ફૂડનો વ્યવસાય શરૂ કર્યો. ખાસ કરીની ઉત્તર ભારતનાં સોયા ચાપ ટીક્કા ફૂડ બનાવે છે. સોયા ચાપ ટીક્કા ઉત્તર ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

Parth Patel, Ahmedabad : શું તમે ઉત્તર ભારતનું ફેમસ ફૂડ સોયા ચાપનો ટેસ્ટ અમદાવાદમાં માણ્યો છે ખરો? આ સોયા ચાપ એ એક પ્રકારની શાકાહારી ભારતીય વાનગી છે. તો હવે તમને લાગશે કે આ સોયા ચાપ શેમાંથી બનતા હશે? અને કેવા હશે? તો ચાલો આજે આપણે વાત કરીએ સોયા ચાપ ટીક્કાની.
સોયા ચાપ એ ઉત્તર ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે

સોયા ચાપ એ ઉત્તર ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે અને રોડસાઈડ સ્ટોલ પર મળી રહે છે. જે સોયાબીન્સ વડે બનાવવામાં આવે છે. જેમાં સોયા ચાપ, રસોઈ તેલ, ટામેટા, આદું, લસણની પેસ્ટ અને અન્ય મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો સ્વાદ ખૂબ જ અનોખો હોય છે.

આવી રીતે બનાવો સોયા ચાપ

સોયા ચાપ ટીક્કા બનાવવા માટે સૌપ્રથમ સોયા ચાપને લાકડીઓમાંથી દૂર કરી ચાપને નાના નાના ટુકડાઓમાં કાપો. ચાપને મીઠું, આદુ લસણની પેસ્ટ, દહીં, લાલ મરચું પાવડર અને હળદર પાઉડર સાથે મેરીનેટ કરી થોડીવાર મૂકી રાખો. ત્યારપછી સોયા ચાપને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. તળેલા સોયાના ટુકડાને એક બાઉલમાં કાઢો.

ત્યારબાદ તાજા ટામેટાં, આદુ, લસણ, કાશ્મીરી લાલ મરચાં અને ગરમ પાણીને બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવી અન્ય મસાલા સાથે તેલમાં તળો. ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકળવા દો. ત્યારબાદ તળેલી સોયા ચાપ ઉમેરો, મિક્સ કરો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

ફૂડ ઈન્ડસ્ટ્રીનો અનુભવ, બિઝનેસમાં ઝંપલાવ્યું

યામિની બત્રાએ જણાવ્યું હતું કે, હું દિલ્હીની વતની છું અને મેં બી.એ. માં ગ્રેજ્યુએશન કર્યું છે. મારી પાસે ડોમિનોઝ પિઝા, કોસ્ટા કોફી અને લિટલ સીઝર જેવી ફૂડ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષનો અનુભવ છે. પરંતુ કોરોના મહામારી દરમિયાન અમારી આર્થિક સ્થિતિ ગંભીર બની ગઈ.

કોવિડ પછી અમે બિઝનેસમાં કંઈક નવું કરવાનું નક્કી કર્યું. કારણ કે મારી પાસે ફૂડ ઈન્ડસ્ટ્રીનો અનુભવ તો હતો જ. એટલે અમે એન્જિનિયર ચાપ વાલા નામનો બિઝનેસ શરૂ કર્યો. જેમાં અમે સોયા ચાપ ટીક્કા, પનીર ટીક્કા, મશરૂમ ટીક્કા, મંચુરિયન ટીક્કા બનાવીને વેચાણ શરૂ કર્યું.

શરૂઆતમાં અનેક પડકારો હતા

સમય અમારા માટે મુશ્કેલજનક હતો. કારણ કે જ્યારે અમે નવો બિઝનેસ શરૂ કર્યો ત્યારે અમારું બાળક 10 મહિનાનું હતું અને અમારા બાળકની સંભાળ રાખવા કે સાચવવાવાળું કોઈ ન હતું. પરંતુ ભગવાનની સારી કૃપાથી અત્યારે અમારો એન્જિનિયર ચાપ વાલા બિઝનેસ સારો ચાલી રહ્યો છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે.

અહીં આટલી વેરાયટીઓ મળે છે

ફૂડની વેરાયટીમાં વાત કરીએ તો સોયા ચાપ ટીક્કા, પનીર ટીક્કા, મશરૂમ ટીક્કા, મંચુરિયન ટીક્કામાં બટર ચાપ, પેરી પેરી, આચારી, સ્પાઈસી, અંગારા, હરિયાલી, ચીલી ગાર્લિક, નવાબી વગેરે મળી રહે છે. આ સાથે રેગ્યુલર અને ચીઝ તથા ગ્રેવીમાં પણ ચાપ ટીક્કા મળી રહે છે. જેની કિંમત 130 થી 170 રૂપિયા સુધીની છે.

કોરોનાં પરિસ્થિતી ખરાબ થઇ અને વ્યવસાય શરૂ કર્યો

મોહિત બત્રાએ જણાવ્યું હતું કે, હું મધ્યપ્રદેશ ગ્વાલિયરનો વતની છું. મેં 2010 માં શ્રીરામ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, ગ્વાલિયરમાંથી B.E. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. મારી પાસે એન્જિનિયરિંગમાં 11 વર્ષનો જેમાં ઓટોમોબાઈલમાં 8 વર્ષ અને કન્સલ્ટિંગમાં 3 વર્ષનો અનુભવ છે.
કોવિડ દરમિયાન અમારી પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ હતી. તેથી અમે ફૂડ બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ તેના માટે મારા માતા-પિતાએ ના પાડી અને સ્ટાર્ટઅપ માટે મને આર્થિક રીતે ટેકો આપ્યો નહીં. તે વખતે મારી પત્નીએ મને પ્રોત્સાહિત કર્યો અને કહ્યું કે હું તમારી સાથે છું. ત્યારબાદ અમે ઓક્ટોબર, 2021માં અમારો ફૂડ કાર્ટ શરૂ કર્યો.

સમયસર ભાડું ચૂકવવામાં અસમર્થ હતા

શરૂઆતના 6 મહિના તો અમે સમયસર ભાડું ચૂકવવામાં અસમર્થ હતા. પરંતુ મારી પત્નીએ મને નૈતિક રીતે અને મારા મિત્રોએ મને આર્થિક રીતે સહાય કરી. તેથી અમે શરૂઆતના 6 મહિના ટકી શક્યા. પરંતુ અત્યારે હાલ બધી વસ્તુઓ સામાન્ય થઈ ગઈ. પરિસ્થિતિ ધીમે ધીમે સારી થઈ રહી છે અને હવે અમારા માતા-પિતા પણ અમને સપોર્ટ કરી રહ્યા છે.

ખાસ વાત તો એ છે કે અમારા કાર્ટ પાછળનો મોટો આધાર અમારા ગ્રાહકો છે. જે હંમેશા અમને સપોર્ટ કરે છે અને અમારી મદદ કરે છે. તેથી અમે બધા ગ્રાહકોનો આભાર માનીએ છીએ. અમારા ગ્રાહકો વગર એન્જિનિયર ચાપ વાલા કંઈ જ નથી. અત્યારે હાલમાં અમારે ત્યાં ચાપ ટીક્કાનો સ્વાદ માણવા માટે લોકો દૂર દૂરથી પરિવાર સાથે આવે છે.

જો તમારે પણ આ ચાપ ટીક્કાની મજા માણવી હોય પરિવાર સાથે આ સ્ટોલની મુલાકાત લઈ શકો છો અને ટેસ્ટ કરી શકો છો. સરનામું : એન્જિનિયર ચાપ વાલા, અમદાવાદ ફેશન સ્ટ્રીટ, નેહરુનગર વાલા, એસજી હાઈવે, ગોતા, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmadabad, Local 18