Home /News /ahmedabad /અમદાવાદઃ જો તમે corona vaccine નહીં લીધી હોય તો આટલા સ્થળો ઉપર નહીં મળે Entry

અમદાવાદઃ જો તમે corona vaccine નહીં લીધી હોય તો આટલા સ્થળો ઉપર નહીં મળે Entry

કોરોના રસી લેતી મહિલાની (પ્રતિકાત્મક તસવીર)

No vaccine No entry Ahmedabad: કોરોના મહામારી (corona pandemic) વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) દ્વારા શહેરના તમામ લોકો માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના રસી વગર વિવિધ જગ્યાઓમાં પ્રવેશ પર (No vaccine No entry) પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ (prime minister Narendra modi 71st birthaday) છે. ત્યારે દેશમાં સૌથી વધારે કોરોના રસી આપવાનો રેકોર્ડ (corona vaccination record) પણ બનવા જઈ રહ્યો છે. બીજી તરફ હાલમાં ગુજરાત (Gujarat news) રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં (Ahmedabad news) કોવિડ-19 મહામારીને (covid-19 pandemic) પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે મોટાપાયે વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે.

તેમજ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના નાગરિકોને કુલ 53,03,419 ડોઝ આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝ 36,59,200 અને બીજો ડોઝ 16,44,219 આપવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકો માટે નવો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ., કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સીટી સીવીક સેન્ટર અને અ.મ્યુ.કો.ની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોવિડ વેકસીનેશનના સર્ટિફિકેટ બાબતે આગ્રહ રાખવામાં આવશે.

આમ કોવિડ-19 વેકસીનેશન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યકિતઓને ઉપરોક્ત જગ્યાએ તા.20/09/2021 સોમવારથી પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

હાલ કોવિડ-19 વેકસીન મળી રહે તે માટે મહત્તમ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હૉલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેકસીનની કામગીરી હાથ ધરવામાં આવે છે.

તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓને 100% પ્રથમ ડોઝ મળી રહે તેના ભાગરૂપે આજ રોજ વેકસીન મહા અભિયાન પણ કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ

આમ, અમદાવાદ શહેરની જનતાને પોતાના રહેણાંક વિસ્તારમાં અને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ વેકસીન મેળવી લે તે માટે પ્રયાસ કરવામાં આવ્ય છે. જેને કારણે અમદાવાદ સહિત બહાર થી આવતા તમામ લોકો એ સચેત રહેવું જરૂરી છે. અમદાવાદ બહાર આવતા લોકો માટે પણ આ નિર્ણય લાગુ થશે.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ સુપરવાઈઝર સાથે મિત્રતા કેળવવી પરિણીતાને ભારે પડી, અંગતપળોના ફોટો પડ્યા અને...

ઉલ્લેખનીય છે કે ગુરુાવરે રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 23 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,65,560 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,35,85,394 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Ahmedbad coronavirus, Corona vaccine, Gujarati News News