અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા આજે સોમવારથી એટલે આજથી નો વેકિસન-નો એન્ટ્રીના (No Vaccine No Entry) નિર્ણયની અમલવારી થવાની છે. આજથી કોરોના વેકિસન (Corona Vaccine) નહીં લેનારા લોકોને એ.એમ.ટી.એસ. (AMTS), બી.આર.ટી.એસ. (BRTS), સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) , કાંકરીયા લેકફ્રન્ટ (Kankaria lake front) સહિત સિવિક સેન્ટરો (Civic centers) તથા મ્યુનિ.ના બિલ્ડીંગોમાં (Municipal buildings) પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયાની જાહેરાત કરાઈ છે. જેના માટે તમારે કોરોના રસી લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સર્ટિફિકેટ બતાવનારને જ આ તમામ જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.
કોરાના વેક્સીનનું સર્ટીફિકેટ સાથે રાખવુ પડશે
તમારે ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે કોઇપણ સ્થળે જવું હોય તો આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં.
શહેરના બગીચાઓમાં પણ પ્રવેશ નહીં મળે
શહેરમાં આવેલા નાના-મોટા ૨૮૩ બગીચાઓમાં જે મુલાકાતીઓએ કોરોના વેકિસન નહીં લીધી હોય એમને પ્રવેશ આપવામાં આવશે નહીં.મ્યુનિ.ના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર જિજ્ઞોશ પટેલના કહેવા પ્રમાણે,બગીચામાં પ્રવેશ માટે કોરોના વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે.
AMC
Entry will be allowed ONLY for persons having ONE or BOTH doses (if eligible) of vaccine for availing various municipal services.
Vaccine certificate shall be checked at entry point of such facilities. To be effective from 20 September, Monday. pic.twitter.com/sPpB3NjhkP
નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે 16 જાન્યુઆરીથી શહેરીજનોને કોરોના વેકિસન આપવાની શરુઆત કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બર સુધીમાં વેકિસન આપવા પાત્ર થતા કુલ 4638432 લોકોની વસ્તી પૈકી 80.38 ટકા વસ્તીને કોરોના વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 46.82 ટકા લોકોને વેકિસનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, રવિવારે અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ વિસ્તારના 27 જેટલા શોપીંગ મોલમાં મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા મોલમાં પહોંચનારા 5275 જેટલા મુલાકાતીઓની કોરોના વેકિસન અંગે તપાસ કરવામાં આવી હતી.તપાસમાં 979 મુલાકાતીઓએ રસી લીધી ન હતી. 558 લોકોને મ્યુનિ.ની ટીમ દ્વારા રસી આપવામાં આવી હતી.