Home /News /ahmedabad /No Party: અમદાવાદનાં ક્લબોમાં નહી થાય થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન, ઇવેન્ટ આયોજકોને હજુ આશા

No Party: અમદાવાદનાં ક્લબોમાં નહી થાય થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન, ઇવેન્ટ આયોજકોને હજુ આશા

આ વખતે પણ નહીં થાય અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી

Omicron Virus: વાઇરસની ઘાતકતાને કારણે વધારે જીવ જાય એ ક્લબ મેનેજમેન્ટ નહિ ઇચ્છે આ જ અંગે કર્ણાવતી ક્લબનાં પ્રેસિડેન્ટનાં જણાવ્યું પ્રમાણે ઇવેન્ટ યોજાય તો ક્લબ સિવાય બહારની ગેસ્ટ એન્ટ્રી કરવી પડે જે યોગ્ય નથી એટલા માટે આ પ્રકાર નું આયોજન શક્ય નથી 

વધુ જુઓ ...
2021નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રૉનના (Omicron Virus) આતંક વચ્ચે અમદાવાદમાં (Ahmedabad Clubs) ક્લબોમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું (31st December Party) આયોજન નહીં થાય. અમદાવાદમાં રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય લીધો છે ઓમિક્રોન વાયરસને પગલે ક્લબ મેનેજમેન્ટે તમામ આયોજનો કર્યા રદ્દ આ અંગે વાતચીત કરતા રાજપથ કબલનાં પ્રેસિડેન્ટ જગદીશ પટેલે જણાવ્યું કે ક્લબ મેનેજમેન્ટ દ્વારા ઓમિક્રોનની પરિસ્થિતિમાં ભીડ ભેગી કરવી એ યોગ્ય નથી. ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન પણ નહોતું કરવામાં આવેલું અને હવે 31st ની પાર્ટી પણ નહિ થાય. (Corona Virus) વાઇરસની ઘાતકતાને કારણે વધારે જીવ જાય એ ક્લબ મેનેજમેન્ટ નહિ ઇચ્છે આ જ અંગે કર્ણાવતી ક્લબનાં પ્રેસિડેન્ટનાં જણાવ્યું પ્રમાણે ઇવેન્ટ યોજાય તો ક્લબ સિવાય બહારની ગેસ્ટ એન્ટ્રી કરવી પડે જે યોગ્ય નથી એટલા માટે આ પ્રકાર નું આયોજન શક્ય નથી

આ પણ વાંચો-સાવધાન! અમદાવાદમાં Fraudની નવી રીત, ના કોઈ ફોન, મેસેજ કે otp, ક્રેડિટ કાર્ડમાં થઈ ગયા 1.95 લાખના ટ્રાન્જેક્શન

રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય

કોરોનાકાળની કપરી પરિસ્થિતિને ધ્યાને રાખતા અમદાવાદની જાણીતી ક્લબોએ મોટો નિર્ણય લીધો છે. સતત બીજા વર્ષે નહીં થાય 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે. વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ગત વર્ષ બીજી લહેર તો આ વર્ષ ઓમિક્રોન વાયરસને પગલે નવા વર્ષની ક્લબોમાં થતી પાર્ટીઓ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ accidentનો વિચલિત કરતો live video, બાઈક ચાલકે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

ઇવેન્ટ આયોજકો ચિંતામાં DJ નો કોઈ પ્લાન નહિ

અમદાવાદ ધીમે ધીમે વેસ્ટર્ન કલ્ચર અપનાવતા અમદાવાદીઓ છેલ્લા 5 વર્ષ થી શહેર માં અનેક જગ્યા એ ઇવેન્ટ નું આયોજન કરે છે. 31 ડિસેમ્બર  ના દિવસે ડાન્સ & ડાઇન માટે અનેક પાર્ટી પ્લોટ હોટલ ક્લબ આયોજન કરે છે પરંતુ કોરોના બાદ છેલ્લા બે વર્ષની પ્લાનિંગ ના હોવાને કારણે આ વર્ષે પણ કોઈ આયોજન કરતા ઇવેન્ટ આયોજકો ખચકાઈ છે ગયા વર્ષે ઇવેન્ટ આયોજકો ને પરમિશન આપ્યા બાદ અચાનક 31st ના દિવસે જ તમામ આયોજકો ને મનાઈ ફરમાવી હતી સાથે અમદાવાદ સીજી રોડ અને એસ જી હાઇવે પર ભેગા થતા ક્રાઉડ પર પણ પોલીસ દ્વારા કન્ટ્રોલ મેળવાયો હતો. કડવા અનુભવ ને લઇને અમદાવાદ ના જાણીતા ડી જે નિહાર એ ન્યુઝ18 ગુજરાતી ને જણાવ્યું કે આમ તો 31St એટલે અમારી કરોડો નો બિઝનેસ હોય છે પણ ઓનલાઇન ટિકિટ વેચાઈ જાય અને તમામ ગાઇડલાઈન નું પાલન થાય એ પછી પણ જો ગયા વખત જેવું થાય તો બધો ખર્ચો માથે પડે છે જો કે ટિકિટ માં અમે terms & condition આપી દીધી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Clubs, Ahmedabad news, Corona update, Karnavati club, Omicron Virus, Rajpath Club