Home /News /ahmedabad /જાહેર રસ્તા પર કચરો નાખનારની ખેર નથી, રાત્રિ દરમિયાન AMCની ફ્લાઇંગ સ્કવોડ ટીમ કરશે કાર્યવાહી

જાહેર રસ્તા પર કચરો નાખનારની ખેર નથી, રાત્રિ દરમિયાન AMCની ફ્લાઇંગ સ્કવોડ ટીમ કરશે કાર્યવાહી

ફલાઇંગ સ્કવોડ ટીમ

AMC Flight Squad Team: અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ તેજ બનાવામાં માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરાયુ હતું. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે હવે એએમસી સોલિડ વેસ્ટ એકમ લાલ આંખ કરી રહ્યુ છે. એએમસી પૂર્વ ઝોન ટીમ દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખનાર સાત વાહન જપ્ત કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ તેજ બનાવામાં માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરાયુ હતું. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે હવે એએમસી સોલિડ વેસ્ટ એકમ લાલ આંખ કરી રહ્યુ છે. એએમસી પૂર્વ ઝોન ટીમ દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખનાર સાત વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ચાર એકમ સીલ કરવામાં આવ્યા છે. તેમજ 12 હજાર જેટલી માતબર રકમ વહીવટી ચાર્જ રૂપે વસુલાત કરવામાં આવી હતી.

રાત્રિ ફ્લાઇગ સ્કવોર્ડ ટીમ તૈયાર કરવામાં આવી


શહેરની સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુસર ન્યુસન્સ સ્પોટ નાબુત કરવાના તથા જાહેર રોડ ઉપર ગંદકી રોકવાના ભાગરૂપે એએમસી દ્વારા કોમર્શિયલ અને રહેણાક વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાડીઓ કચરો કલેક્શન કરી રહી છે. તેમ છતા અનેક એકમો દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખી સ્પોટ પર ગંદકી કરવામાં આવતી હોવાનુ માલુમ પડ્યુ હતું. જેના અનુસાને કમિશનર એમ થેન્નારસનની સુચના બાદ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રાત્રિ ફ્લાઇગ સ્કવોર્ડ ટીમ તૈયાર કરાઇ છે. સ્કવોર્ડ ટીમમાં એસ્ટેટ વિભાગ, પોલીસ, અને સોલિડ વેસ્ટ વિભાગની સંયુક્ત ટીમ બનાવી રાત્રી દરમ્યાન કુલ 08 ફલાઇગ સ્કવોર્ડ ટીમોની રચના કરવામાં આવી હતી. જેમાં એક્સ આર્મી મેન, દબાણ ગાડી, મોબાઇલ વાન દ્વારા 26 સ્પોટ પર સઘન ચેકીગ હાથ ધરવામાં આવેલુ હતું.

આ પણ વાંચો: સ્ટોર્ક અને આરીફની મિત્રતા પર બોલ્યા ભૂપેન્દ્ર યાદવ

ગંદકી કરતા ઇસમો સામે થશે કાર્યવાહી


એએમસી પ્રસિદ્ધ કરેલી માહિતી મુજબ રાત્રિ ફલાઇગ સ્કવોર્ડ મેગા ડ્રાઇવ દ્વારા પૂર્વ ઝોનમાં 08 વોર્ડમાં આવેલા રહેણાક વિસ્તાર તથા ઇન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા જાહેર રોડ પર કચરો ફેકી ગંદકી કરતા ઇસમોને પકડવા માટે રાત્રીના 11 કલાક થઈ વોચ ગોઠવાયેલ હતી. જીપીએમસી એક્ટ 1949 તથા સોલિડ વેસ્ટે મેનેજમેન્ટ રૂલ્સ-2016ની કલમોના ભંગ બદલ રાત્રીના અરસામાં સાત વાહન(04 એક્ટીવા,01બાઇક,01ટેમ્પો, અને 01 મોપેડ) વાહન ચલાક દ્વારા રોડ ઉપર કચરો ફેકતા ફલાઇગ સ્કવોર્ડ દ્વારા ચાલકોને ઝડપી લેવાયા હતા. જાહેર રોડ ઉપર કચરો ફેકી ગંદકી ફેલાવવાના ગુના બદલ વાહનો જપ્ત લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: જીન્સની રસપ્રદ કહાણી, પહેલા મજૂરો અને ખલાસીઓ પહેરાતા હતા; તો કઈ રીતે ફેશનમાં હિટ બની?

રૂપિયા 12 હજાર નો વહિવટી ચાર્જ


આ સાથે સાથે કોમર્શિયલ એકમો દ્વારા રોડ ઉપર કચરો નાખવા બદલ 04 એકમોને સીલ કરવામાં આવેલ છે આ ઉપરાત જાહેર રોડ પર ગંજકી કરનાર 05 એકમો પાસેથી ઓન ધ સ્પોટ રૂપિયા 12 હજાર નો વહિવટી ચાર્જ વસુલામાં આવેલ છે. તેમજ નાગરિકોને જાહેર રોડ ઉપર કચરો ન નાખે અને તે કચરો એએમસીના ડોર ટુ ડોર વાહનમાં આપે તેવી સમજણ આપવામાં આવેલ છે. જેનાથઈ આ પ્રકારની પ્રવૃતિ કરનારાઓ સામે અંકુશ લાવી શકાય.આગામી દિવસોમાં પણ જાહેર રસ્તા પર કચરો ફેકનાર ઇસમો સામે સઘન ઝુંબેશ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news