નિત્યાનંદનો ભાંડો ફૂટશે! ગ્રામ્ય પોલીસે કર્ણાટક અને તમિલનાડુમાંથી મંગાવી માહિતી

News18 Gujarati
Updated: November 19, 2019, 6:04 PM IST
નિત્યાનંદનો ભાંડો ફૂટશે! ગ્રામ્ય પોલીસે કર્ણાટક અને તમિલનાડુમાંથી મંગાવી માહિતી
નિત્યાનંદ (ફાઈલ ફોટો)

નિત્યાનંદ હાલ વિદેશમાં છે અને તેની સામે કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ઠેકાણાઓ ક્યાં છે તેના માટે પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે

  • Share this:
અમદાવાદ: અમદાવાદના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાંથી યુવતિના ગુમ થવાના મામલે અને બે બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. એસઆઈટીની ટીમે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે મુખ્ય આરોપી નિત્યાનંદ સુધી પહોંચવા પણ પોલીસે તપાસ તેજ કરી છે.

મળતી માહિતી પ્રમાણે નિત્યાનંદ હાલ વિદેશમાં છે અને તેની સામે કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ઠેકાણાઓ ક્યાં છે તેના માટે પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે અને કર્ણાટક પોલીસ અને તમિલનાડુ પોલીસને પત્ર લખી તેની સંપુર્ણ માહિતી મેળવવા કાર્યવાહી કરી રહી છે.

નોંધનીય છે, ભોગ બન્નાર બાળકોના પિતાએ નિત્યાનંદમાં પ્રાણપ્રિયા સહિત 3 લોકો સામે અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી બાળકોને સાથે રાખી વિડિયો ગ્રાફી સાથે તપાસ કરી રહી છે. આ સિવાય પોલીસ દ્વારા ઈમિગ્રેશન વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે.

ઘટના કંઈ એમ છે કે, તમિલનાડુના રહેવાસીએ ફરિયાદ કરી છે કે, તેમના એક સગીર પુત્રી અને પુત્રને અપહરણ કરી આશ્રમ અને અન્ય જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યો હતો અને તેમની પાસેથી બાળમજુરી કરાવી તેમને માર પણ મારવામાં આવતો હતો. નોંધનીય છે કે, બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હોવાનો આરોપ પિતાએ લગાવ્યો છે.

પિતાએ એ પણ આરોપ કર્યો છે કે, તેમની બીજા નંબરની પુત્રી નિત્યા નંદિતાને તે લોકોએ ગુમ કરી દીધો છે અને એ ક્યાં છે તે પણ જણાવતા નથી, જેથી તે મામલે ફરિયાદીએ કોર્ટમાં પણ અરજી કરી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મામલે પોલીસે માં પ્રાણપ્રિયા અને માં પ્રિયતત્વાની ક્યારે ધરપકડ કરે છે તેની ઉપર બધાની નજર છે.
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com