નિત્યાનંદ આશ્રમ વિવાદ: ફરિયાદીની પુત્રીએ પિતાના આરોપ નકારી પોલીસ પર ઉઠાવ્યા સવાલ

News18 Gujarati
Updated: November 21, 2019, 7:15 PM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ: ફરિયાદીની પુત્રીએ પિતાના આરોપ નકારી પોલીસ પર ઉઠાવ્યા સવાલ
લોપામુદ્રા - ફરિયાદીની દીકરી

લોપા મુદ્રાએ આ વીડિયોમાં કહ્યું છે કે, તેની બહેન નંદીતાએ તેનો સંપર્ક કર્યા બાદ દેશ છોડ્યો છે

  • Share this:
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસે સંચાલિકાઓની ધરપકડ બાદ તપાસ તેજ કરી છે. તો બીજી તરફ ફરિયાદીની પુત્રીએ વધુ એક વીડિયો વાયરલ કર્યો છે, અને પિતાના આક્ષેપોને નકારી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સંચાલિકાની ધરપકડ બાદ પોલીસએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આજે સંચાલિકાઓને સાથે રાખીને આશ્રમમાં વધુ તપાસ કરી હતી. જેમાં ખાસ કરીને પોલીસએ ફરિયાદને લઇને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.

તો બીજી તરફ સંચાલિકાઓની ધરપકડ બાદ ફરિયાદીની મોટી પુત્રી લોપા મુદ્રાએ વધુ એક વીડિયો વાયરલ કર્યો હતો અને તેના પિતાના આરોપોને નકાર્યાં છે. લોપા મુદ્રાએ આ વીડિયોમાં કહ્યું છે કે, તેની બહેન નંદીતાએ તેનો સંપર્ક કર્યા બાદ દેશ છોડ્યો છે. તો બીજી તરફ તેના પિતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, આશ્રમના સંચાલકો તેના બાળકોને મળવા દેતા નથી.

જોકે આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, ઓગસ્ટ 2018 મા અમે પરિવાર સાથે હતા અને તેનો ફોટો પણ શેર કર્યો છે. ફરિયાદમા લખ્યુ છે કે, તહેવારમાં પણ બાળકોને ઘરે નથી જવાતા તે ખોટુ છે, અને નંદિતાએ પોલીસ સમક્ષ લખાવેલા નિવેદન સમયના ફોટો પણ જાહેર કર્યા હતાં. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે પિતા સાથે જવા તૈયાર નથી. તેણે તેના પિતા પર પણ મોટી રકમની ઉચાપત કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

રિલેટેડ વીડિયો

Loading...

આ ઉપરાંત લોપામુદ્રાએ એ પણ જણાવ્યું છે કે, તેના પિતાએ પોસ્કોની ફરિયાદ કરવા માટે કહ્યું હતું અને ત્યારબાદ નંદિતાએ દેશ છોડ્યો છે. જ્યારે સંચાલિકાઓની ધરપકડ પર પણ તેણે સવાલો ઉઠાવ્યા છે કે, પોલીસએ કોઇપણ તપાસ કર્યા વગર જ આશ્રમના સંચાલિકાઓની ધરપકડ કરી છે.
First published: November 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com