5 વર્ષમાં 1.20 લાખથી વધારે યુવક-યુવતીઓને સરકારી નોકરી આપીઃ નીતિન પટેલ

યુવાઓને કૌશલ્ય અનુસાર રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાનો અભિગમ અપનાવી છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા 17 લાખથી વધુ યુવકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

News18 Gujarati
Updated: February 19, 2019, 1:37 PM IST
5 વર્ષમાં 1.20 લાખથી વધારે યુવક-યુવતીઓને સરકારી નોકરી આપીઃ નીતિન પટેલ
નીતિન પટેલ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: February 19, 2019, 1:37 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે(મંગળવારે) ચાર મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. વચગાળાના બજેટ દરમિયાન નીતિન પટેલે ગૃહમાં માહિતી આપી હતી કે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 1.20 લાખથી વધારે યુવક અને યુવતીઓને સરકારી નોકરી આપી છે.

નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુવાશક્તિના સામર્થ્યમાં વધારો કરવા માટે સરકારે કૌશલ્યવર્ધન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ, મેગા જોબફેર યોજના ચલાવે છે. આ ઉપરાંત સરકારી સેવાઓમાં મોટાપાયે ભરતી, સ્ટાર્ટઅપ માટે કોચિંગ સહાય, પ્રતિભાવંત રમતવીરોને પુરસ્કાર જેવી અનેકવિધ યોજનાઓ ચલાવે છે.

હાઇલાઇટ

- સરકારી ભરતીને પારદર્શક બનાવીને સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 1.20થી વધારે યુવક-યુવતીઓને સરકારી નોકરી આપી છે.
- યુવાઓને કૌશલ્ય અનુસાર રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાનો અભિગમ અપનાવી છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા 17 લાખથી વધુ યુવકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

આ પણ વાંચો : 'મા વાત્સલ્ય' યોજના માટે આવક મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરાશેઃ Dy CM નીતિન પટેલ
- પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના : આ યોજના અંતર્ગત વર્ષ 2020 સુધી રાજ્યનાં 77,800 યુવાનોને કૌશલ્ય તાલિમ આપવામાં આવશે.
- એપ્રેન્ટીસ તાલિમ યોજનાના વિસ્તાર માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના શરૂ કરવામાં આવી છે. 16,000થી વધારે એકમોને એપ્રેન્ટીસ અધિનિયમ હેઠળ આવતી લઈ અત્યાર સુધીમાં 72,666થી વધારે એપ્રેન્ટિસ કોન્ટ્રાક્ટ થયેલા છે. જેમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ છે.

આ પણ વાંચો : રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક કરતાં 54.8% ગણી વધારે: નીતિન પટેલ

- બાંધકામ શ્રમિકોને રોજીરોટી મેળવવા વહેલી ઉઠીને મજૂરીએ જવું પડે છે. આવા શ્રમિકોને ફક્ત રૂ. 10માં ભોજનની સુવિધા પુરી પાડતી શ્રમિક અન્નપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 87 લાખથી વધારે શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધો છે.
First published: February 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...