Home /News /ahmedabad /Ahmedabad: નિરમાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ટેસ્લાની મુખ્ય ટીમને કરશે ગાઈડ; આવી રીતે થયો સિલેક્ટ

Ahmedabad: નિરમાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી ટેસ્લાની મુખ્ય ટીમને કરશે ગાઈડ; આવી રીતે થયો સિલેક્ટ

ઓટોનોમસ રેસિંગ પ્રોજેક્ટને કારણે LinkedIn દ્વારા ટેસ્લામાં સિલેક્ટ થયો

નિરમા યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિલ જૈન એ વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે પ્રખ્યાત ગણાતા એલોન મસ્કના ઓટો પાયલોટ કાર પ્રોજેક્ટને આકાર આપનાર ટેસ્લાના મુખ્ય ટીમ લીડર તરીકે કામ કરી રહ્યો છે.

  Parth Patel, Ahmedabad: અત્યારે હાલમાં અનેક કોલેજોના વિદ્યાર્થીઓ અલગ અલગ મોટી મોટી કંપનીઓમાં ઉંચા હોદ્દા પર કામ કરી રહ્યા છે. ત્યારે નિરમા યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિલ જૈન એ વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે પ્રખ્યાત ગણાતા એલોન મસ્કના ઓટો પાયલોટ કાર પ્રોજેક્ટને આકાર આપનાર ટેસ્લાના મુખ્ય ટીમ લીડર તરીકે કામ કરી રહ્યો છે.

  USA માં કંપનીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેલ્ફ ડ્રાઈવિંગ પ્રોગ્રેસ રજૂ કરાઈ

  જ્યારે ટેસ્લાના ઓટોપાયલટ ઓર્ગેનાઈઝેશનમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને તેમની ટીમે યુએસએમાં કંપનીના એઆઈ ડે ઈવેન્ટમાં કંપનીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેલ્ફ ડ્રાઈવિંગ પ્રોગ્રેસ રજૂ કરી ત્યારે સ્ટેજ પર અમદાવાદના પરિલ જૈનની હાજરી એ તેમના અલ્મા મેટર અને અમદાવાદના લોકો માટે ગર્વની બાબત બની ગઈ.પરિલ 2017 માં ટેસ્લામાં જોડાયો હતો અને અત્યારે હાલમાં તેની માત્ર 29 વર્ષની ઉંમરે મસ્કની જુસ્સાદાર યુવા એન્જિનિયર્સની ટીમમાં કામ કરી રહ્યો છે. જેઓ ઓટો પાયલટ કારને વાસ્તવિકતા બનાવવા માટે કામ કરતા લીડરોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

  ઓટોનોમસ રેસિંગ પ્રોજેક્ટને કારણે LinkedIn દ્વારા ટેસ્લામાં સિલેક્ટ થયો

  નિરમા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરીલે સેન્ટ ઝેવિયર્સ લોયોલા હોલમાંથી 11મું અને 12મું ધોરણ પૂર્ણ કર્યું અને એજી હાઈસ્કૂલમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. 2014 માં નિરમા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી પરીલે અનુસ્નાતક અભ્યાસને આગળ ધપાવવા માટે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુએસએમાં પ્રવેશ મેળવ્યો હતો.પરિલ જૈન એ જણાવ્યું હતું કે સ્નાતક અભ્યાસ દરમિયાન જ તેણે ઓટોનોમસ રેસિંગ માટે ઓપન સોર્સ સમુદાય વિકસાવવા પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. અને આ પ્રોજેક્ટને કારણે જ મને LinkedIn દ્વારા ટેસ્લામાં કામ કરવાની તક મળી છે. 2017માં મને ટેસ્લામાં નોકરી પર રાખવામાં આવ્યો હતો.

  રોબોકોન દ્વારા રોબોટિક્સની વ્યવહારિકતાઓનો પ્રયોગ કરવાની અને શીખવાની તક મળી

  નિરમા યુનિવર્સિટીમાં તેમના દિવસોને યાદ કરતા પરીલે કહ્યું હતું કે શાળામાં ભણતો હતો ત્યારથી મને કમ્પ્યુટર સોફ્ટવેરમાં રસ હતો. પરંતુ નિરમામાં મારી રુચિ અને એક્સપોઝર વધુ મજબૂત બન્યું. જેમાં હું રોબોકોન ટીમનો ભાગ હતો અને બાદમાં તેનું નેતૃત્વ પણ કર્યું હતું. તેનાથી મને રોબોટિક્સની વ્યવહારિકતા ઓનો પ્રયોગ કરવાની અને શીખવાની તક મળી.ટેસ્લા ખાતે એલોન મસ્ક સાથે સીધું કામ કરતાં પરીલે જણાવ્યું હતું કે ટેસ્લાના CEO જુસ્સાદાર નેતા છે. તેનું કારણ એ છે કે એલોન મસ્કને પ્રોજેક્ટમાં રસ છે. તે સુનિશ્ચિત કરે છે કે ટીમમાં દરેક વ્યક્તિ ગ્રાઉન્ડેડ છે અને ખોટી દિશામાં આગળ વધતા નથી.

  જ્યારે ઉભરતા એન્જિનિયરોને તેમની સલાહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પરિલે કહ્યું કે એવા પ્રોજેક્ટ્સ પર કામ કરવું મહત્વપૂર્ણ છે. જે લોકો માટે મહત્વપૂર્ણ છે અથવા તો તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.પરીલે મસ્કની ટીમના સભ્ય તરીકે ઓટો પાયલટ કારમાં કંપનીની પ્રગતિ સમજાવવા અને વિશ્વભરમાંથી શ્રેષ્ઠ AI અને રોબોટિક્સ એન્જીનીયરોને હાયર કરવા માટેના પ્રયાસરૂપે એક પ્રસ્તુતિ કરી. યુટ્યુબ પર પોસ્ટ કરાયેલ પ્રેઝન્ટેશનને માત્ર બે દિવસમાં લાખો લોકોએ જોયું.

  પરિલના પિતા પ્રોફેસર એન. કે. જૈન તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી (GU) ના લાઈફ સાયન્સ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના પુત્રની સિદ્ધિઓ પર ટિપ્પણી કરતા કહ્યું કે પરિલ ટેસ્લામાં જુનિયર પદ પર જોડાયો હતો. તેણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે શરૂઆત કરી હતી અને ઝડપથી એલોન મસ્ક સાથે નજીકથી કામ કરતા કોર એન્જિનિયરિંગ નેતૃત્વનો ભાગ બની ગયો. મને ગર્વ છે કે તે વિશ્વની શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ સિસ્ટમનું નિર્માણ કરી રહ્યો છે.
  First published:

  Tags: Ahmedabad news, Engineering and Technology, Indian Student, Tesla

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन