Home /News /ahmedabad /Ahmedabad: નિરમા યુનિ.ની ટીમ બની ઈન્ટરનેશનલ Roboconની સેકન્ડ રનર અપ

Ahmedabad: નિરમા યુનિ.ની ટીમ બની ઈન્ટરનેશનલ Roboconની સેકન્ડ રનર અપ

રોબોકોન ટીમે સ્પર્ધા જીતી

ABU દ્વારા યોજાયેલી 21 ઓગસ્ટ, 2022 ના રોજ ત્યાગરાજ સ્ટેડિયમ, નવી દિલ્હી, ભારત ખાતે આંતરરાષ્ટ્રીય રોબોકોન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું

    Parth Patel, Ahmedabad: એશિયા બ્રોડકાસ્ટિંગ પેસિફિક યુનિયન (ABU) દ્વારા યોજાયેલી આંતરરાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધામાં નિરમા યુનિવર્સિટી (NU) ની ટીમ સેકન્ડ રનર અપ તરીકે વિજેતા બની હતી. આ ઈન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં અત્યાર સુધીમાં લીધેલી બધી ભારતીય ટીમ કરતા આ વખતની ભારતની ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

    સેકન્ડ રનર અપ તરીકે વિજેતા બની ભારતનું ગૌરવ વધાર્યું

    ABU દ્વારા યોજાયેલી 21 ઓગસ્ટ, 2022 ના રોજ ત્યાગરાજ સ્ટેડિયમ, નવી દિલ્હી, ભારત ખાતે આંતરરાષ્ટ્રીય રોબોકોન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની (NIT) ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

    નિરમા રોબોકોન ટીમે સ્પર્ધા જીતી અને પ્રતિનિધિત્વ પણ કર્યું

    એશિયા બ્રોડકાસ્ટિંગ પેસિફિક યુનિયન (ABU) દ્વારા દર વર્ષે યોજાતી આંતરરાષ્ટ્રીય રોબોકોન એ રોબોટિક્સ ઇવેન્ટ છે. ABU ના સભ્ય દેશો દર વર્ષે આંતરરાષ્ટ્રીય રોબોકોન ઇવેન્ટ થીમની જાહેરાત કરી તેને હોસ્ટ કરે છે. 2022 માં ABU રોબોકોન માટે ભારત દેશ યજમાન બન્યો હતો. જેમાં દરેક ABU ના સભ્ય દેશની એક ટીમ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ભાગ લે છે. આ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ઈન્ડિયાની નિરમા રોબોકોન ટીમે ભાગ લઈને ન માત્ર સ્પર્ધા જીતી પરંતુ પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

    મહત્તમ બોલ્સ ઓન હેડને વિસ્થાપિત કરવા બદલ NOK એવોર્ડ જીત્યો

    આ સ્પર્ધામાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, મોંગોલિયા, નેપાળ, ઈજિપ્ત, ફિજી, કંબોડિયા અને ભારત જેવા દેશોએ ભાગ લીધો હતો. આ દરેક દેશોની સહભાગી ટીમો તેમના પોતાના દેશની નેશનલ રોબોકોન સ્પર્ધાની વિજેતા ટીમ હતી. જેમાં ટીમ ઈન્ડિયા એટલે કે નિરમાની ટીમે આઉટપરફોર્મ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ મહત્તમ બોલ્સ ઓન હેડને વિસ્થાપિત કરવા બદલ NOK એવોર્ડ પણ જીત્યો છે.

    આ પણ વાંચો:  ઘરે બેઠા માટીની ગણેશ મૂર્તિ બનાવાની નેત્રા આચાર્ય આપી રહી છે ખાસ તાલિમ; જુઓ વીડિયો

    આ સાથે અત્યાર સુધી આયોજિત 21 નેશનલ ઈવેન્ટમાંથી નિરમા રોબોકોન ટીમે 10 વખત જીતી છે. આ સ્પર્ધાનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ બે તબક્કામાં ડિઝાઇન, દસ્તાવેજ અને પ્રારંભિક ડિઝાઇન વિડિઓ સબમિટ કરવામાં આવે છે. હરિફાઈનો ઉદ્દેશ્ય એન્જિનિયરિંગ અને બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજીને આગળ વધારવાનો છે.

    આ રમત લગોરીની રમત પર આધારિત હોય છે. આ રમતમાં બે ટીમો બે રોબોટ્સ ડિઝાઇન કરે છે. જેમાં દરેક ટીમ સીકર અને હિટર તરીકે રમે છે. ટીમનો પહેલો રોબોટ ત્રણ નાના બોલનો ઉપયોગ કરીને પહેલા પથ્થરોનો ઢગલો તોડે છે. અને પછી ટીમનો બીજો રોબોટ પથ્થરોના ઢગલાનું પુનઃ નિર્માણ કરે છે. આ સાથે તેના માથા પર એક બોલ પણ વહન કરવાનો હોય છે.

    હિટરનો રોબોટ ટીમના માથા પર બોલ (Ball) ફેંકવા માટે તેમના પોતાના બોલ ફેંકવાનો પ્રયાસ કરે છે અને તેઓ સફળ થયા બાદ રાઉન્ડ તરત જ સમાપ્ત થઈ જાય છે. ટીમે જેટલા પથ્થરો વિસ્થાપિત કર્યા હોય અને પછી પુનઃનિર્માણ કર્યા હોય તેના આધારે ટીમ પોઈન્ટ મેળવે છે. જેમાં વધુ પોઈન્ટ મેળવનારી ટીમો વિજેતા જાહેર થાય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Ahmedabad Samachar, અમદાવાદ, અમદાવાદ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन