Home /News /ahmedabad /Ahmedabad: નિરમા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ 7500 યુનિટ રક્તદાન કરી માનવતાના મશાલચી બન્યાં

Ahmedabad: નિરમા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ 7500 યુનિટ રક્તદાન કરી માનવતાના મશાલચી બન્યાં

નિરમા યુનિવર્સિટીએ 10 વર્ષમાં 50 થી વધુ રક્તદાન શિબિરો યોજી

છેલ્લા 10 વર્ષોમાં નિરમા યુનિવર્સિટીએ 50 થી વધુ રક્તદાન શિબિરો યોજી છે. જેમાં કેમ્પસ યુનિવર્સિટીએ પાછલા વર્ષોમાં 7500 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. સમાજના કલ્યાણ માટે યુનિવર્સિટીએ રક્તદાન ડ્રાઇવ શરૂ કરી

    Parth Patel, Ahmedabad: એક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ભારતમાં દરરોજ 12,000 લોકો રક્તદાનના અભાવને કારણે મૃત્યુ પામે છે. દાન કરાયેલ રક્તના પ્રત્યેક યુનિટનો ઉપયોગ કેન્સર, સર્જરી, ઈજાના દર્દીઓ, બર્નમાં પ્રવાહી બદલવા અને અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ તથા અન્ય સારવાર માટે રક્તદાન ઉપયોગી થાય છે.

    સમાજના કલ્યાણ માટે યુનિવર્સિટીએ રક્તદાન ડ્રાઇવ શરૂ કરી

    આ જરૂરી બાબતોને ધ્યાનમાં લઈને અમદાવાદની નિરમા યુનિવર્સિટીએ સમાજના કલ્યાણ માટે શક્ય તેટલું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે આવી જ એક પહેલ માટે યુનિવર્સિટીએ રક્તદાન ડ્રાઇવ શરૂ કરી છે. આ માટે યુનિવર્સિટી અને તેની અંગભૂત સંસ્થાઓ સાથે મળીને રક્તદાનનું આયોજન કરે છે. તથા જરૂર હોય તેવા લોકોના જીવન માટે સમય સમય પર રક્તદાન શિબિરનું આયોજન કરે છે.યુનિવર્સિટી તેની અંગભૂત સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી વિસ્તરણ પ્રવૃત્તિઓને ઉત્સાહ અને કઠોરતા સાથે તેના બે દાયકાની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની ઉજવણી કરે છે. આ માટે તે સંકલ્પબદ્ધ છે.

    નિરમા યુનિવર્સિટીએ 10 વર્ષમાં 50 થી વધુ રક્તદાન શિબિરો યોજી

    અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી (બ્લડ બેંક) દ્વારા આયોજીત સ્ટાર બ્લડ ડોનેશન કેમ્પ માટે અને જેમણે દેશવ્યાપી રોગચાળો COVID-19 દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમના માટે પણ 30 ડિસેમ્બર, 2021 ના રોજ નિરમા યુનિવર્સિટીના NSS યુનિટને સન્માનિત કરવામાં આવ્યું હતું.છેલ્લા 10 વર્ષોમાં નિરમા યુનિવર્સિટીએ 50 થી વધુ રક્તદાન શિબિરો યોજી છે. જેમાં કેમ્પસ યુનિવર્સિટીએ પાછલા વર્ષોમાં 7500 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. આ કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-અમદાવાદ, ગુજરાત કેન્સર & રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટી અને પ્રથમ બ્લડ સેન્ટર-અમદાવાદ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી રક્તદાન શિબિરો યોજવામાં આવી હતી.

    આ પણ વાંચો: વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે 16 કિ.મીની સાયક્લોથોન અને વોકેથોન યોજાશે, આ સ્થળેથી થશે શરૂઆત

    રક્તદાન ડ્રાઈવ એ અમારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો અભિન્ન ભાગ બની ગયો છે : કે. કે. પટેલ

    નિરમા યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ કે. કે. પટેલે જણાવ્યું છે કે વર્ષોથી ચાલતી રક્તદાન ડ્રાઈવ એ અમારી યુનિવર્સિટીની વિસ્તરણ પ્રવૃત્તિઓ અને અમારા વિદ્યાર્થીઓનો અભિન્ન ભાગ બની ગયો છે. ખાસ કરીને એનએસએસ સ્વયંસેવકો અને એનસીસી કેડેટ્સે ખૂબ જ જોશ અને ઉત્સાહથી આ ડ્રાઈવ સફળ બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

    દર વર્ષે ભારતમાં 1લી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. જે વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરિયાત અને મહત્વની સમજ આપે છે. તેને પહેલીવાર 1લી ઓક્ટોબર, 1975 ના રોજ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યુનોહેમેટોલોજી દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
    First published:

    Tags: Ahmedabad news, Blood donation, Students

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन