Home /News /ahmedabad /Ahmedabad: 8મી ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટ કેમ્પમાં વિદ્યાર્થીઓ ઝળક્યાં, આ એવોર્ડ મળ્યો

Ahmedabad: 8મી ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટ કેમ્પમાં વિદ્યાર્થીઓ ઝળક્યાં, આ એવોર્ડ મળ્યો

વિદ્યાર્થીઓએ તેમના આઇડિયાને આ ઈવેન્ટમાં પિચ કરવાનો હેતુ

અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 8મી ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટ કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Parth Patel, Ahmedabad: બેંગકોકમાં આયોજિત 8મી ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટ કેમ્પ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ તેમના આઇડિયાને ઈવેન્ટમાં પિચ કરવાનો હતો. જેના માટે 4-5 લોકોની ટીમ બનાવી હતી અને અંતિમ વિચાર રજૂ કર્યો હતો. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી, અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. આ સાથે ત્રણેય વિદ્યાર્થીઓને વિજેતા ઘોષિત કરી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોર્સમાં અભ્યાસ કરતા સમર્થ ગોયલ અને સહજ પટેલ બંને વિદ્યાર્થીઓ વિજેતા ટીમનો ભાગ રહ્યા હતા.

ભૂતપૂર્વ વિદ્યાર્થીને ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ 2022 એનાયત કરાયો

સમકિત જૈન શ્રેષ્ઠ ટીમનો એવોર્ડ મેળવનારી ટીમનો ભાગ રહ્યો હતો. સાથે સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી જાગ્રત ઝામ્બને ગ્લોબલ યુથ આઇકોન એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો હતો.આ ઈવેન્ટની ખાસ વાત કરીએ તો 90 થી પણ વધારે દેશોમાંથી 1100 થી વધુ GEB ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 120 થી વધુ નવા સાહસો શરૂ કરવામાં આવ્યા હતા. ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બૂટ કેમ્પની 8મી આવૃત્તિ યુવા સાહસિકોના વિચારોને યોગ્ય બિઝનેસ મોડલ બનાવવા માટે તૈયાર કરાઈ હતી.

ઉભરતા ઉદ્યોગસાહસિકો અથવા શિખાઉ લોકો માટે પ્લેટફોર્મ

બુટ કેમ્પની આ આવૃત્તિનું આયોજન સ્વિસ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, સ્વિટ્ઝર્લેન્ડ અને ગ્લોબલ સ્કૂલ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટ કેમ્પ (GEB) એ એક સઘન પ્રોગ્રામ છે. જે વિશ્વભરના યુવા સાહસિકોને ઉછેરવા માટે સમર્પિત છે. મોટાભાગની સાહસિકતાની ઇવેન્ટ નવા બનાવવાને બદલે હાલના ઉદ્યમીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ માટે GEB ઉભરતા ઉદ્યોગસાહસિકો અથવા શિખાઉ લોકો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટકેમ્પ સ્ટાર્ટઅપ્સ માટે એક ઉત્તમ શિક્ષણ વાતાવરણ પૂરું પાડે છે. જ્યાં તમામ પૃષ્ઠભૂમિના સહભાગીઓ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સર્જન, નવીનતા, સહયોગ અને સ્પર્ધા કરી શકે છે.

બુટકેમ્પ રચનાત્મક પ્રતિસાદ પ્રાપ્ત કરતી વખતે યુવા સાહસિકોને પિચ કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. GEB ઉદ્યોગસાહસિકોને વિશ્વ સ્તરના માર્ગદર્શકો સાથે જોડે છે. જેઓ તેમને બિઝનેસ મોડલ અથવા સ્ટાર્ટઅપ્સ માટે માર્ગદર્શન અને મદદ કરશે. તેઓ ઉદ્યોગના નેતાઓ, શૈક્ષણિક અગ્રણીઓ અને સફળ ઉદ્યોગસાહસિકોને હોસ્ટ કરવાનું સન્માન મેળવે છે. ભૂતકાળમાં GEBમાં ફોર્બ્સ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, હાર્વર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, નોબેલ પુરસ્કાર વિજેતાઓ અને ઘણા બધા માર્ગદર્શકો રહ્યા હતા.

ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ બુટકેમ્પ શા માટે જરૂરી:

40 વિવિધ દેશોમાંથી 200 થી વધુ સહભાગીઓ સાથે જોડાણ.

પ્રવેગક અને ઇન્ક્યુબેટરની સામે વિચારોને પીચ કરવા.

વિશ્વભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓના વર્લ્ડ ક્લાસ માર્ગદર્શકો તરફથી માર્ગદર્શન મળે.

GEBX નો એક ભાગ બની શકો. જ્યાં સહભાગીઓને તેમની ઉદ્યોગસાહસિક યાત્રા શેર કરવાની તક મળશે.

ગ્લોબલ યુથ આઇકોન અને ગ્લોબલ સ્ટાર્ટઅપ એવોર્ડનો ભાગ બનવાની તક.

તમારા સ્ટાર્ટઅપ અને નવીન વિચારોને વધારવા માટે ફંડ મેળવવાની તક.

ટીમવર્ક અને માર્ગદર્શન.

સહયોગ અને સાંસ્કૃતિક વિનિમય.

તમારું વૈશ્વિક નેટવર્ક વધારી શકો.

નાની ઉંમરે તમારું સાહસ શરૂ કરી શકો.

વિવિધ સ્ટાર્ટઅપ્સ, કોર્પોરેટ ગૃહો અને જોઈન્ટ વેન્ચર કંપની સાથે ભાગીદારીની તક.

આંતરરાષ્ટ્રીય સંયુક્ત સાહસ કંપની તરફથી રોકાણની તક.

રોકાણકારો, જોઈન્ટ વેન્ચર કંપની, વેન્ચર કેપિટલ અને એન્જલ્સ સાથે વન ટુ વન મીટિંગ કરવાની તક.

ફ્રેન્ચાઇઝ મોડેલમાં વિવિધ દેશોમાં સ્ટાર્ટઅપને વિસ્તારવાની તક.
First published:

Tags: Ahmeadabad News, Award, Local 18, Students

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો