સરકારી બેંકોમાં આજે હડતાલ, ખાનગી બેંકોમાં ચાલુ રહેશે કામ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સરકારી બેંકોમાં આજે હડતાલ, ખાનગી બેંકોમાં ચાલુ રહેશે કામ
દેશની સરકારી બેંકોના કર્મચારી સંગઠનોએ સરકારના બેંકિંગ સિસ્ટમમાં સુધારાના પગલાંને જનવિરોધી કરાર દેતાં એના વિરોધમાં મંગળવારે હડતાલનું એલાન કરાયું છે. બેંક કર્મચારીઓની માંગ છે કે નોટબંધીના કારણે કરાયેલા વધારાના કામનું વળતર આપવામાં આવે અને લોન નહીં આપનારા મોટા લેણદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #દેશની સરકારી બેંકોના કર્મચારી સંગઠનોએ સરકારના બેંકિંગ સિસ્ટમમાં સુધારાના પગલાંને જનવિરોધી કરાર દેતાં એના વિરોધમાં મંગળવારે હડતાલનું એલાન કરાયું છે. બેંક કર્મચારીઓની માંગ છે કે નોટબંધીના કારણે કરાયેલા વધારાના કામનું વળતર આપવામાં આવે અને લોન નહીં આપનારા મોટા લેણદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. યુનાઇટેડ ફોરમ ઓફ યૂનિયંસ (યૂએફબીયૂ)ના બેનર હેઠળ નવ યૂનિયન એક જુથ થયા છે. એમના નામ છે. એઆઇબીઇએ, એઆઇબીઓસી, એનસીબીઇ, એઆઇબીઓઇ, બીઇએફઆઇ, આઇએનબીએફએફ, આઇએનબીઓસી, એનઓબીડબલ્યુ અને એનઓબીસી જેવા બેકિંગ સંગઠનો દ્વારા આજે હડતાલનું એલાન કરાયું છે. જોકે એનઓબીડબલ્યૂ અને એનઓબીઓનું તહેવું છે કે તે આ હડતાલમાં સામેલ નથી. ઓલ ઇન્ડિયા બેંક કર્મચારી એસોસિએશનના મહાસચિવ સી એચ વેંકટચલમે જણાવ્યું કે, ભારતીય બેંકિંગ ઉદ્યોગને મોટો ખતરો મોટા લેણદારો અને જાણી જોઇને લેણું નહીં ચુકવનારાઓથી છે. આ માટે જવાબદારી નક્કી કરવામાં આવે. જાણી જોઇને લેણું નહીં ચુકવાનારાઓ અને એને લેણું અપાવનારા બેંક અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવીએ સમયની માંગ છે નહીં કે બેડ બેંકની રચના કરવાની.
First published: February 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर