અમદાવાદઃ ચાલુ સ્કૂલવાને વિદ્યાર્થીઓ પડવાની ઘટનામાં ડ્રાઇવરની ધરપકડ

સોમવારે સાંજે નિકોલમાં સ્કૂલવાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાની ઘટનામાં ટ્રાફિક ઝી ડિવિઝન પોલીસે મોડી રાત્રે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

News18 Gujarati
Updated: June 18, 2019, 12:47 PM IST
અમદાવાદઃ ચાલુ સ્કૂલવાને વિદ્યાર્થીઓ પડવાની ઘટનામાં ડ્રાઇવરની ધરપકડ
આરોપી કિરણ દેસાઇની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 18, 2019, 12:47 PM IST
નવીન ઝા, અમદાવાદઃ સોમવારે સાંજે નિકોલમાં સ્કૂલવાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાની ઘટનામાં ટ્રાફિક ઝી ડિવિઝન પોલીસે મોડી રાત્રે ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જોકે, ત્યારબાદ જામીન ઉપર આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. જોકે, આરટીઓ કાર્યવાહી કરવાની માહિતી સુત્રો પાસેથી મળી હતી. હતી.

મળતી માહિતી પ્રમાણે નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી ગયા બાદ એકની હાલત ગંભી હતી. ઘટનાની ફરિયાદના આધારે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે સોમવારે મોડી રાત્રે ડ્રાઇવર કિરણ જીવણભાઇ દેસાઇની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે પોલીસ સ્ટેશનમાં જ આરોપીને જામીન ઉપર છોડી મુક્યો હતો. આરોપીએ ગફલત ભરી રીતે વાન હંકારી સહિતના આરોપ સર ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ પણ વાંચોઃ-વાદળો સૌરાષ્ટ્ર કાંઠે સ્થિર, ઉનામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ કોઈ ગંભીર ઘટના બને ત્યારે નિયમોના પાલન કરાવવાનો દેખાડો કરવામાં આવે છે, ત્યારબાદ જેમનું તેમ ચાલવા લાગે છે. આ રીતે નિયમોનો ભંગ કરવાથી અકસ્માતની ઘટનાઓ સર્જાય છે, અને બાળકોનો જીવ જોખમમાં મુકાય છે.

આ પણ વાંચોઃ-ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ પડવાની ઘટનાના ગુજરાતમાં પડઘા, ઠેરઠેર ચેકિંગ
Loading...

પંચામૃત સ્કૂલની સમગ્ર ઘટના અંગે રાજ્ય શિક્ષણ વિભાગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. ડીઇઓ કચેરી ટીમ દ્વારા પણ સ્કૂલમાં સ્થળ તપાસ કરવામાં આવશે. ડીઇઓના રિપોર્ટમાં સ્કૂલની બેદરકારી સામે આવશે તો સ્કૂલ સામે શિક્ષણાત્મક કાર્યવાહી થશે
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...