Home /News /ahmedabad /અમદાવાદ: નરાધમ પ્રેમીએ સગીરાને ગર્ભવતી બનાવ્યા બાદ મિત્રને પતિ બનાવી દીધો અને પછી...
અમદાવાદ: નરાધમ પ્રેમીએ સગીરાને ગર્ભવતી બનાવ્યા બાદ મિત્રને પતિ બનાવી દીધો અને પછી...
છ મહિનામા 3 વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી.
Ahmedabad Crime: આકાશ તેના મિત્રના ઘરે આવતો હતો. તે સમયે મિત્રની બાજુમા રહેતી સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ.
અમદાવાદ: સારા ભવિષ્યના સ્વપ્ન જોઈ પ્રેમીને સર્વસ્વ સોંપી દેનાર સગીરાને પસ્તાવાનો વખત આવ્યો છે. પ્રેમીએ લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું અને જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેને તરછોડી દીધી હતી. જે અંગે નિકોલ પોલીસને ફરિયાદ મળતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.
નિકોલ પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપીનુ નામ આકાશ રાજપુત છે. જે નિકોલ ચાર માળીયાનો રહેવાસી છે. આકાશ તેના મિત્રના ઘરે આવતો હતો. તે સમયે મિત્રની બાજુમા રહેતી સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. છ મહિનામા 3 વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. જે બાદ આકાશે તેને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે.
પ્રેમી આકાશના દુષ્કર્મ બાદ જ્યારે સગીરા ગર્ભવતી બની ત્યારે તેના મિત્ર સાથે હોસ્પિટલ મોકલી હતી. જ્યાં સગીરાની ઉમર ખોટી બતાવી હતી. સાથે જ મિત્રને પ્રેમિકાનો પતિ બતાવ્યો હતો. જે અંગે ફરિયાદીએ ફરિયાદમા ઉલ્લેખ કર્યો છે. જોકે ગર્ભવતી હોવાનો રિપોર્ટ પોઝીટીવ આવતા પ્રેમી આકાશ તેને તરછોડી ફરાર થયો હતો. જેથી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
સગીરાની તપાસ કરતા સામે આવ્યુ કે, સગીરાના માતા-પિતાને ગર્ભવતી અંગેની માહિતી મળતા ગર્ભપાત કરાવ્યો હતો. જેથી પોલીસે તે દિશામા તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમા શું નવી હકિકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે. આગામી સમયમાં જે હોસ્પિટલમાં સગીરાને લઈ જવાઈ હતી ત્યાં પણ નિકોલ પોલીસ તપાસ કરી હકીકત જાણવા પ્રયાસ કરશે.