PAK સાથે મેચ પર આતંકનો ઓછાયો,લંડન હુમલા પછી ટીમ ઇન્ડિયાની સુરક્ષા સઘન!

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 2:03 PM IST
PAK સાથે મેચ પર આતંકનો ઓછાયો,લંડન હુમલા પછી ટીમ ઇન્ડિયાની સુરક્ષા સઘન!
બર્મિઘમના એજબસ્ટનમાં આઇસીસી ચેમ્પિયન ટ્રોફીની ભારત અને પાકિસ્તાનની વન ડે મેચ આજે 3 કલાકે શરૂ થઇ રહી છે. ત્યારે તેના કલાકો પહેલા જ લંડનમાં લંડન બ્રિજ અને બોરો માર્કેટ પર આતંકી હુમલો થયો છે. ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 200 કિલોમીટર દૂર આતંકી હુમલા પછી અહી સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ બાજુ સમાચાર છે કે ભારતીય ટીમ હોટલથી સ્ટેડીયમ જવા રવાના થઇ ચુકી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 2:03 PM IST
બર્મિઘમના એજબસ્ટનમાં આઇસીસી ચેમ્પિયન ટ્રોફીની ભારત અને પાકિસ્તાનની વન ડે મેચ આજે 3 કલાકે શરૂ થઇ રહી છે. ત્યારે તેના કલાકો પહેલા જ લંડનમાં લંડન બ્રિજ અને બોરો માર્કેટ પર આતંકી હુમલો થયો છે. ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર 200 કિલોમીટર દૂર આતંકી હુમલા પછી અહી સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ બાજુ સમાચાર છે કે ભારતીય ટીમ હોટલથી સ્ટેડીયમ જવા રવાના થઇ ચુકી છે.
ભારત અને પાકિસ્તાની ખેલાડીઓની સુરક્ષાને લઇ બર્મિઘમમાં સુરક્ષા અધિકારીઓ કોઇ જોખમ લેવા નથી માગતા. ક્રિકેટના ચાહકો આ દુર્લભ મેચ જોવા માટે ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન બંને દેશના પ્રશંસકો હાજર રહેશે.
ખબર અનુસાર બંને દેશોના ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ અને પીસીબીએ ખતરો અને સંભાવનાઓ જોતા ચેતવણી જાહેર કરી છે. એ પણ ખબર આવી રહી છે કે ટીમ ઇન્ડિયાની હોટલ હયાત રીજેસીની સુરક્ષાને ધ્યાનમાં રાખી સીલ કરાઇ છે. કોઇ બહારની કાર કે વિજિટર્સને અંદર જવા પર પાબંદી કરાઇ છે.
First published: June 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर