મંદસૌરના કલેક્ટર-એસપીને હટાવાયા,મંજૂરી ન હોવા છતાં ખેડૂતોને મળવા નીકળ્યા રાહુલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 9:54 AM IST
મંદસૌરના કલેક્ટર-એસપીને હટાવાયા,મંજૂરી ન હોવા છતાં ખેડૂતોને મળવા નીકળ્યા રાહુલ
મધ્યપ્રદેશમાં મંદસૌરમાં ખેડૂતો પર પોલીસે ગોળીઓ છોડી જેમાં5 ખેડૂતોના મોત નીપજ્યા હતા. જે બાદ હિંસા ફાટી નીકળી છે. મંદસૌરના કલેક્ટર અને એસપીને હટાવી દેવાયા છે.રતલામ અને નીમચના DMને પણ હટાવાયા છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું.ફાયરિંગમાં 5 ખેડૂતોના મોત થયા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 9:54 AM IST
મધ્યપ્રદેશમાં મંદસૌરમાં ખેડૂતો પર પોલીસે ગોળીઓ છોડી જેમાં5 ખેડૂતોના મોત નીપજ્યા હતા. જે બાદ હિંસા ફાટી નીકળી છે. મંદસૌરના કલેક્ટર અને એસપીને હટાવી દેવાયા છે.રતલામ અને નીમચના DMને પણ હટાવાયા છે. ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું.ફાયરિંગમાં 5 ખેડૂતોના મોત થયા હતા.

આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંજૂરી ન હોવા છતાં પણ મધ્ય પ્રદેશના મંદસૌર જવા રવાના થયા છે.ખેડૂતોનું આંદોલન યથાવત્ છે ત્યારે પીડિત ખેડૂતો સાથે રાહૂલ ગાંધી મુલાકાત કરશે.  રાહુલ ગાંધી દિલ્હીથી મંદસૌર જવા રવાના થયા છે. 9 વાગે ઉદયપુર પહોચી ત્યાથી સડક માર્ગે મંદસૌર જશે. રાહુલ સાથે દિગ્વીજયસિંહ, કમલનાથ,શરદ યાદવ અને મોહન પ્રકાશ છે.

મંદસૌરમાં ખેડૂતોનું આંદોલન હિંસક બન્યુ છે. ગઇકાલે અનેક વાહનોને આંગ ચાંપી દેવાઇ હતી. ત્યારબાદ મંદસૌરના કલેક્ટર સ્વતંત્રકુમારસિંહ અને એસપી ઓપી ત્રિપાઠીને હટાવી દેવાયા છે. શિવપુરીના કલેક્ટર ઓમ પ્રકાશ શ્રીવાસ્તવને મંદસૌરના નવા કલેક્ટર બનાવાયા છે.
First published: June 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर