મોબાઇલ નંબરની જેમ હવે બહુ જલદી મળશે બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીની સુવિધા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 12:02 PM IST
મોબાઇલ નંબરની જેમ હવે બહુ જલદી મળશે બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીની સુવિધા
બેક ખાતેદારોને આરબીઆઇએ મોટી રાહત આપવાનું વિચારી રહી છે. જેથી ખાતેદારને બહુ ઝડપથી બેંક એકાઉન્ટ પોર્ટ કરાવવાની સુવિધા અપાશે. આરબીઆઇનું કહેવું છે કે, બેંક એકાઉન્ટ પોર્ટ કરાવવા પર કોઇ પણ પ્રકારનો ડેબિટ કે ક્રેડિટ ચાર્જ નહી લગાવાય.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 31, 2017, 12:02 PM IST
બેક ખાતેદારોને આરબીઆઇએ મોટી રાહત આપવાનું વિચારી રહી છે. જેથી ખાતેદારને બહુ ઝડપથી બેંક એકાઉન્ટ પોર્ટ કરાવવાની સુવિધા અપાશે. આરબીઆઇનું કહેવું છે કે, બેંક એકાઉન્ટ પોર્ટ કરાવવા પર કોઇ પણ પ્રકારનો ડેબિટ કે ક્રેડિટ ચાર્જ નહી લગાવાય.
મંગળવારે ડિપ્ટી ગવર્નર મુંદડાએ આધાર અને નેશનલ પેમેટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NOCI)ના વિભિ્નન પ્લેટફોર્મ દ્વારા બેંક ખાતા સંખ્યા પોર્ટેબિલિટી શરૂ કરવા વિચાર વ્યક્ત કર્યો હતો.
નોધનીય છે કે, એકાઉન્ટ પોર્ટેબિલિટીથી ખાતેદારને પોતાના એકાઉન્ટ નંબર બદલ્યા વગર બીજી બેન્કમાં ખાતુ ખોલાવી શકશે. આ ઠીક એવી રીતે જ કામ કરશે જેવી રીતે મોબાઇલ નંબર બદલ્યા વગર ટેલિકોમ કંપની બદલાવી શકીએ છીએ. જાણકારોના મત મુજબ ઇન્ડિયન બેકિંગની આ પ્રક્રિયામાં બે ચીજ હોવી જરૂરી છે. પહેલી કસ્ટમર્સ આઇડી માટે આધાર કાર્ડ અને બીજી સેટ્રલ પેમેન્ટ સિસ્ટમ.
First published: May 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर