Home /News /ahmedabad /NEWS18 ગુજરાતી બની ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ

NEWS18 ગુજરાતી બની ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ

NEWS18 ગુજરાતી ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ બની ગઇ છે.

સમાચારોમાં હમેશાં અગ્રેસર રહેતી NEWS18 ગુજરાતી ગુજરાતના મીડિયામાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: NEWS18 ગુજરાતી ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ બની ગઇ છે. સમાચારોમાં હમેશાં અગ્રેસર રહેતી NEWS18 ગુજરાતી ગુજરાતના મીડિયામાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતના ઘરે ઘરેમાં સત્ય અને સૌથી પહેલા સમાચારો પહોંચાડવામાં NEWS 18 ગુજરાતી હમેશાં અગ્રેસર રહ્યું છે. રાજકારણથી સમાજકારણ સુધીના તમામ સમાચારોને સામાન્ય લોકો સાથે સીધો નાતો છે. અમે આવા તમામ સામાચારો હમેશાં લોકો સુધી પહોંચાડ્યા છે. 'સમાચાર એટલે NEWS18 ગુજરાતી' એ સુત્ર સાકાર કર્યું છે.

બાર્ક દ્વારા જાહેર કરાયેલા 7મા સપ્તાહમાં NEWS18 ગુજરાતીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. NEWS18 ગુજરાતીએ 25.1ના માર્કેટ શેર સાથે તમામ ચેનલોને પાછળ છોડી દીધી છે. આ સાથે જ NEWS18 ગુજરાતી સૌથી વધુ જોવાતી ચેનલ પણ બની છે. શહેર હોય કે ગામ સમાચારોના તમામ ફોર્મેટમાં NEWS18 ગુજરાતીએ કાઠું કાઢ્યું છે. લોકોને ગમતા અને લોકોની સાથે જોડાયેલા સમાચારો પીરસીને NEWS18 ગુજરાતી નંબર વન ચેનલ બની છે.



Guj/D&D/DNH-Market Share
ChannelWk 04-07'23
News18 Gujarati25.1%
ABP Asmita23.9%
TV9 Gujarati19.3%
VTV News13.9%
Mantavya 24x7 News3.4%

શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામિણ વિસ્તારોની સમસ્યાઓને પણ વાચા આપતી એકમાત્ર ન્યૂઝ ચેનલ એટલે NEWS18 ગુજરાતી. માત્ર ગુજરાતના જ નહીં જ દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓની પણ વાત ગુજરાત સુધી પહોંચાડવામાં NEWS18 ગુજરાતી સદા આગળ રહ્યું છે.

આ પણ વાંચો: જાણો ગુજરાતમાં ચાર દિવસ કેવું રહેશે તાપમાન

ચૂંટણી હોય, તહેવારો હોય, રાજ્યમાં બનતી ઘટનાઓ હોય કે પછી સમાજકારણને લગતાં સમાચારો હોય. NEWS 18 ગુજરાતી હમેશાં લોકોના અવાજનો પડઘો બની રહી છે. એટલે જ ગુજરાતના ગૌરવને વધારતી ચેનલને ગુજરાતની જનતાએ ભરપૂર પ્રેમથી વધાવી લીધી છે.  NEWS18 ગુજરાતી પણ હમેશાં ગુજરાતની જનતાના પડખે રહી સતત તેમની સેવા જારી રાખશે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત