Home /News /ahmedabad /અમદાવાદમાં મમતા ભૂલાઇ? ત્યજી દીધેલું વધુ એક નવજાત શિશુ મળી આવ્યું

અમદાવાદમાં મમતા ભૂલાઇ? ત્યજી દીધેલું વધુ એક નવજાત શિશુ મળી આવ્યું

નવજાત બાળકની પ્રતિકાત્મક તસવીર

વટવા વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હસનભાઈ મન્સૂરી સવારે પુનિત નગર સામે બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોવાથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર આવ્યા હતા.

અમદાવાદ: મા તે મા બીજા બધા વગડાના વા, જનનીની જોડ સખી નહી જડે રે લોલ, સહિતની અનેક કહેવતો માતા પર બનાવવામાં આવી છે. પોતે ભૂખે સુઈને દીકરાના મોઢામાં કોળિયો મુકવાની વાતો નવી નથી. પરંતુ આજના સમયમાં કેટલાક નિષ્ઠુર લોકો કહેવતને નિરર્થક સાબિત કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવા લોકો જાણે કે, આ કહેવતોનો ખરો અર્થ સમજતા ન હોય તેમ માતૃત્વની હત્યા કરતા હોય તેવી ઘટનાઓને અંજામ આપે છે. કળિયુગની જનેતા નવજાત શિશુને તેજી દેવામાં જરાય પણ વિચાર કરતા નથી.

તાજેતરમાં નવજાત શિશુ હોય કે પછી ભ્રુણ હોય તેને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના વટવા વિસ્તારમાં જોવા મળ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હસનભાઈ મન્સૂરી ગઈકાલે સવારે પુનિત નગર સામે બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોવાથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર આવ્યા હતા. સાંજના પોણા ચારેક વાગ્યાની આસપાસ દુર્ગાનગરની સામે ઘણા બધા લોકો ભેગા થયા હોવાથી હસનભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા.

ગુજરાતમાં આંદોલનો અને વિરોધ, શું ચૂંટણી પહેલા સરકાર મારશે કોઇ માસ્ટર સ્ટ્રોક?

ત્યારે પતરાની આડમાં જમીન પર એક તાજું જન્મેલું નવજાત બાળક કોઈ મૂકીને ચાલી ગયું હતું. જે બાળક રડતું હોવાથી તેઓએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. 108ને જાણ કરતાં 108નો સ્ટાફ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. નવજાત શિશુને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે હાલમાં પોલીસે આ સમગ્ર મામલે નવજાત શિશુને ત્યજી દેનાર વાલી વારસદારની શોધ ખોળ શરૂ કરી છે.

ડાંગની અંબિકા, ગીરા, પૂર્ણા, ખાપરી નદી બે કાંઠે વહી

જોકે, છેલ્લા એક મહિનાની વાત કરીએ તો એક મહિનામાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં જ શહેરના ચાણક્ય પૂરું અને રામોલ વિસ્તારમાંથી નવજાત શિશુ, બાપુનગર વિસ્તારમાંથી ભ્રુણ મળી આવ્યું હતું. જ્યારે મહિપતરામ રૂપરામ આશ્રમ બહાર મુકેલા ઘોડિયામાં બે નવજાત શિશુને કોઈ મૂકી ગયું હોવાની ઘટના સામે આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, નવજાત બાળક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन