રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

News18 Gujarati
Updated: August 12, 2019, 6:16 PM IST
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ રાજ્યમાં અને દેશભરમાં છેલ્લા 15 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. સોમવારે વિરામ બાદ ફરી મેઘરાજાની ધામાકેદાર બેટિંગ શરૂ થશે, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે, આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઇ રહી છે, આથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ જણાવાયું છે કે હજુ 13થી 15 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

અહીં ક્લિક કરી વાંચોઃ કલમ 370 દૂર કરવાની ખુશીમાં સુરતના તબીબે બનાવ્યું સુંદર ગીત

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...