Home /News /ahmedabad /સાયબર ક્રાઈમને અટકાવા નવી રીતિ અને નિતીથી થશે કામ, રિસર્ચ કરવા અનંત યુનિવર્સિટીને નિમંત્રણ
સાયબર ક્રાઈમને અટકાવા નવી રીતિ અને નિતીથી થશે કામ, રિસર્ચ કરવા અનંત યુનિવર્સિટીને નિમંત્રણ
અનંત યુનિવર્સિટીને નિમંત્રણ
Efforts to Prevent Cyber Crime: સાયબર ક્રાઈમને અટકાવા નવી રીતિ અને નવી નીતિથી કામ કરવા માટે અમદાવાદ પોલીસ કામ કરી રહી છે. અમદાવાદ પોલીસે રથયાત્રામાં રિસર્ચ કરવા માટે અનંત યુનિવર્સિટીને નિમંત્રણ આપ્યું છે. અમદાવાદ શહેર પોલીસ અને અનંત યુનિવર્સિટી સાથે એમઓયુ થયા છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલ અનંત યુનિવર્સિટી ખાતે આજે સાયબર સેફ મિશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંધવી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. અને આવનાર દિવસોમાં સાયબર ક્રાઈમના પડકાર લઈ લોકોમાં જાગૃતિ આપે તેવા પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ અને અનંત યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. તેમજ સાયબર હેકેથોન લોન્ચ કરવામાં આવ્યુ હતુ.
હોશિયાર લોકો જ સાયબર ક્રાઈમનો ભોગ બને છે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, સાયબર ક્રાઈમનુ પ્રમાણ વધી રહ્યુ છે. સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ લાવવા માટે લોકો જે ભાષામાં સમજી શકે તે ભાષામાં સમજાવવા જોઈએ. સાયબર ક્રાઈમમાં સૌથી વધુ હોશિયાર લોકો જ સાયબર ક્રાઈમનો ભોગ બને છે. ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા અને આપનારા પડકારોનો સામનો કરવા માટે અમદાવાદ શહેર પોલીસ અને અનંત યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં સાયબર ક્રાઈમ પ્રમાણ વધી રહ્યુ છે. જે ઝડપથી આપણે સામનો કરવા માટે નવી નીતિ નવી રીતિ કામ કરવા આગળ વધી રહ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ અને અનંત યુનિવર્સિટી સાથે મળીને સાયબર ક્રાઈમ માટે રાજ્યના નગરીકોને તેની માહિતીઓ પહોચાળવી અને સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય. અનંત યુનિવર્સિટી હાઈ ટેકનોલિજી લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ તૈયાર કરવાની કામગીરી કરી રહ્યા છે. અનંત યુનિવર્સિટી અને અમદાવાદ શહેર પોલીસ સાથે મળીને ભવિષ્યમાં વિદ્યાર્થીઓના નવા આડીયાથી, બેંક ફોર્ડ ઓનલાઈન ફોર્ડ તેમજ નગરીકો સાથે થતી ચીટીંગ અટકાવવા માટે આ વિદ્યાર્થીઓ મહત્વની ભુમીકા ભજવશે. ત્યારે અલગ અલગ કેસ છે.
કેસના નિકાલ આવ્યા છે તેની કેસ સ્ટડી વિદ્યાર્થીઓ સાથે શેર થાય તેમજ કઈ દિશામાં આગળ વધવની જરૂર છે તેનો અંદાજો આવશે. અને વિદ્યાર્થીઓના આડીયાને ઓપન પ્લેટફોર્મ આપવા માટે પોલીસ તૈયાર છે. આજે અનંત યુનિવર્સિટીને વિનંતી કરી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે. આસ્થા અને વ્યવસ્થાની યાત્રા છે. અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રિસર્ચ કરવાની રુચી હોય રિસર્ચના માધ્યમથી કઈ કરવા માંગતા હોય તો તેને રથયાત્રાની રિસર્ચમાં જોડવામાં આવે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધારો કરવા માટે અનંત યુનિવર્સિટીને નિમંત્રણ આપી છીએ. ચિંતન કર્યા બાદ શહેર પોલીસ અને અનંત યુનિવર્સિટી સાથે બેચીને નિર્ણય કરવામાં આવશે.