Home /News /ahmedabad /Bhupendra Patel Government: ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર IAS-IPSની બદલીઓ નહીં કરે, ચીફ સેક્રેટરી-ડીજીપીનું એક્સ્ટેન્શન નહીં થાયઃ સૂત્ર

Bhupendra Patel Government: ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર IAS-IPSની બદલીઓ નહીં કરે, ચીફ સેક્રેટરી-ડીજીપીનું એક્સ્ટેન્શન નહીં થાયઃ સૂત્ર

ભૂપેન્દ્ર પટેલ - ફાઇલ તસવીર

Bhupendra Patel Government: ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર IAS-IPSની બદલીઓ નહીં કરે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ચીફ સેક્રેટરી-ડીજીપીનું એક્સ્ટેન્શન નહીં થાય તેવી શક્યતાઓ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ થતાંની સાથે જ તેમણે 100 દિવસનો પ્લાન તૈયાર કરીને કામ કરવાની અધિકારીઓને સૂચના આપી દીધી હતી. ત્યારે સ્વાભાવિક છે કે, નવી સરકાર આઇએસ, આઇપીએસ અને અધિકારીઓની બદલી કરાવતા હોય છે. સરકાર જરૂરિયાત પ્રમાણે, અધિકારીની છબી અને ક્ષમતા અનુસાર બદલીઓ કરતી હોય છે. ત્યારે અધિકારીઓ પણ પોતાનું લોબિંગ કરતા હોય છે. ત્યારે આ વખતે ભૂપેન્દ્ર પટેલની સરકાર કોઈ બદલી કરવામાં મૂડમાં હોય તેમ લાગતું નથી.

IAS-IPSની બદલીઓ નહીં થાય


સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આગામી બજેટ સત્ર પૂરું થયા પહેલાં આઇએએસ કે આઇપીએસ અધિકારીઓની બદલી નહીં કરી શકાય. બજેટ સત્ર પૂરું થયા પછી પણ તરત કોઈ બદલી થાય તેવી એંધાણ નથી. જરૂરિયાત અનુસાર બદલીઓ આવતી રહેશે. એકસાથે મોટો બદલાવ થાય તેવી શક્યતા નથી. જ્યાં સુધી સચિવાલયની વાત છે ત્યાં સુધી આગામી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં તમામ મંત્રીના પીએ-પીએસની નિમણૂક થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ સરપંચોએ દીપડાને ઠાર કરવા કે ખસીકરણ કરવાની માગ કરી

ચીફ સેક્રેટરી-ડીજીપીને એક્સ્ટેન્શન નહીં આપવામાં આવે?


આગામી 31મી જાન્યુઆરીએ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને ડીજીપી અશોક ભાટીયા બંનેને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તે પૂરું થઈ ગયું છે. ત્યારે સૂત્રાના જણાવ્યા પ્રમાણે બંનેમાંથી કોઈને પણ એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા નથી. એટલે જો હવે કેન્દ્રનું નેતૃત્વ ઇચ્છશે તો જ તેમને એક્ટેન્શન આપવામાં આવશે. તો બીજી તરફ, પંકજ કુમાર આગામી જી-20 સમિટને લઈને એક્ટેશન મેળવે શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Bhupendra Patel, CM Bhupendra Patel, Gujarat CM Bhupendra Patel, Gujarat IAS Transfer, IAS Transfer, IPS officers transfers, IPS officers transfers news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો