ચૂંટણી પંચ ખરીદી રહ્યું છે નવા ઇવીએમ, એમ-3 ટેકનોલોજીથી ગરબડી અશક્ય

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ચૂંટણી પંચ ખરીદી રહ્યું છે નવા ઇવીએમ, એમ-3 ટેકનોલોજીથી ગરબડી અશક્ય
પાંચ રાજ્યોની વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં હારનો સામનો કરનારી રાજકીય પાર્ટીઓ દ્વારા ઇવીએમને લઇને સવાલો ઉભા કરવામાં આવ્યા છે. આરોપ લગાવાઇ રહ્યો છે કે ઇવીએમની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે આ ફરિયાદના નિવારણ માટે નવા ઇવીએમ ખરીદવાની પેરવીમાં છે કે જેનાથી છેડછાડ ના થઇ શકે. કહેવાઇ રહ્યું છે કે, આ ઇવીએમમાં એમ-3 ટેકનોલોજી હશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #પાંચ રાજ્યોની વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં હારનો સામનો કરનારી રાજકીય પાર્ટીઓ દ્વારા ઇવીએમને લઇને સવાલો ઉભા કરવામાં આવ્યા છે. આરોપ લગાવાઇ રહ્યો છે કે ઇવીએમની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે આ ફરિયાદના નિવારણ માટે નવા ઇવીએમ ખરીદવાની પેરવીમાં છે કે જેનાથી છેડછાડ ના થઇ શકે. કહેવાઇ રહ્યું છે કે, આ ઇવીએમમાં એમ-3 ટેકનોલોજી હશે. શું છે એમ-3 ટેકનોલોજી વાસ્તવમાં એમ-3 ટેકનોલોજીવાળા ઇવીએમમાં એક અલગથી વેરિફિકેશન સિસ્ટમ હશે. આ સિસ્ટમ મારફતે અગાઉથી ફિક્સ કરેલ બે પક્ષ ઉપરાંત અન્ય કોઇ પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો એ પકડાઇ જશે. ઇવીએમ અંગેના તમામ ન્યૂઝ, જોવા ક્લિક કરો એમ-3 ટાઇપના ઇવીએમ મશીનોમાં સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ લગાવેલી હશે. આ મશીન એકબીજા સાથે કનેક્ટ હશે. માત્ર એક સેલ્ફ વેરિફિકેશન ઇવીએમથી વિસ્તારના અન્ય ઇવીએમને સંપર્કમાં જોડી શકાશે. ઇવીએમ ગરબડી મામલે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ સાથોસાથ આ સંપર્ક ત્યારે જ શક્ય છે કે જ્યારે એ ઇવીએમ પરમાણું ઉર્જા આધારિત પીએસયૂ ઇસીઆઇએલ કે રક્ષા ક્ષેત્રના પીએસયૂ બીઇએલ દ્વારા બનાવાયું હોય. એટલે કે કોઇ પણ ઇવીએમથી ટેમ્પરિંગ કે હેકિંગનો પ્રયાસ કરશે તો એ સંભવ નથી. આવુ પ્રથમ વખત છે કે આ ટેકનોલોજી ભારતમાં ઉપયોગમાં આવશે.
First published: April 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर