Home /News /ahmedabad /AMC News: અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને ચાર્જ સંભાળ્યો, રોડ-રસ્તાને પ્રાધાન્ય આપવાનું જણાવ્યું

AMC News: અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને ચાર્જ સંભાળ્યો, રોડ-રસ્તાને પ્રાધાન્ય આપવાનું જણાવ્યું

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ચાર્જ સંભાળ્યો.

AMC News: અમદાવાદના નવા મહાનગરપાલિકા કમિશનર તરીકે એમ. થેન્નારસને ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે નવનિયુક્ત કમિશનર એમ. થેન્નારસને જણાવ્યુ હતુ કે, શહેરમાં રોડ-રસ્તાની સારી ગુણવત્તાને મારું પહેલું પ્રાધાન્ય રહેશે. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી.

વધુ જુઓ ...
અમદાવાદઃ શહેરના નવા મહાનગરપાલિકા કમિશનર તરીકે એમ. થેન્નારસને ચાર્જ સંભાળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર સહિત સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હિતેશ બારોટે તેમનું સ્વાગત કર્યુ હતુ.

રોડ-રસ્તાની ક્વોલિટી પર ધ્યાન રાખશેઃ થેન્નારસન


આ પ્રસંગે નવનિયુક્ત કમિશનર એમ. થેન્નારસને જણાવ્યુ હતુ કે, શહેરમાં રોડ-રસ્તાની સારી ગુણવત્તાને મારું પહેલું પ્રાધાન્ય રહેશે. હમણાં જ ચોમાસાની સિઝન ગઈ છે. તેમાં મોટા પ્રમાણમાં રોડ રસ્તાને નુકસાન થયું છે. પરંતુ આ ચૂંટણીનું વર્ષ છે. ત્યારે એએમસી પહેલાં સારા રોડ રસ્તા માટે પ્રાધાન્ય આપશે. તેમજ ભૂતકાળમાં બનેલી ક્વોલિટી ટીમ તૈયાર કરવામાં આવશે. શહેરમાં રોડ-રસ્તા ક્વોલિટીવાળા અને સારા બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત ચૂંટણી પહેલા 23 આઈએએસ ઓફિસરની કરાઇ બદલી

અનેક પ્રોજેક્ટને ધ્યાને લેવાશેઃ કમિશનર


વધુમાં કમિશનર થેન્નારસને કહ્યુ હતુ કે, શહેરમાં સફાઇ અને પાણી માટે પણ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. સામાન્ય સિટીઝન પ્રશ્નોના ઉકેલ લાવવાનો તમામ પ્રયાસ કરવામાં આવશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે. ઇન્કમ સોર્સ વધુ ઉભા કરવામાં આવશે. શહેરનો વ્યાપ વધી રહ્યો છે. શહેરમાં મોટા પ્રોજેક્ટ પણ તૈયાર થઈ રહ્યા છે. 2036 સુધીમાં અમદાવાદ ઓલિમ્પિક ગેમ્સ માટે યજમાન બનશે. તેની તૈયારીઓ સરકાર કરી રહી છે. તેમાં અમદાવાદ નગરપાલિકા પણ મદદ કરશે. ટ્રાફિકની સમસ્યા પણ મોટી ચેલેન્જ છે. પરંતુ અમદાવાદ પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે મદદ કરશે. સરકાર દ્વારા તૈયાર કરાયેલી પાર્કિંગ પોલિસીનો અમલ પણ સાચી રીતે થાય તે માટે પણ કામ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ શાલિની અગ્રવાલ સુરતના તો બંછાનીધિ પાની બન્યા વડોદરાના નવા કમિશનર

એકસાથે 23 આઇએએસની બદલી


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પહેલાં 23 આઈએએસ અધિકારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કલેક્ટર તરીકેનો ચાર્જ ધવલ પટેલને સોંપવામાં આવ્યો છે. ડી.પ્રવિણાને ગાંધીનગરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એએમસી ડેપ્યુટી કમિશનર રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર તરીકે બદલી આપવામાં આવી છે. ત્યારે આઈએએસ એમ. થેન્નારસનને અમદાવાદના નવા મહાનગરપાલિકા કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ એક સમયે અમદાવાદના ડેપ્યૂટી કમિશનર પણ રહી ચૂક્યા છે.
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad Municipal commissioner, Ahmedabad Municiple corporation, Ahmedabad news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો