અમદાવાદ : ભાણિયો જ સગીર માસીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો

સગીરાના ભાઈએ ભાણિયા સામે બહેનના અપહરણની ફરિયાદ નોંધાવી છે.

News18 Gujarati
Updated: April 15, 2019, 11:05 AM IST
અમદાવાદ :  ભાણિયો જ સગીર માસીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 15, 2019, 11:05 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં સરદારનગરમાં રહેતી 16 વર્ષની સગીરાને તેનાં જ કૌટુંબિક બહેનનો 22 વર્ષનો પુત્ર લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો છે. સગીરાના ભાઈએ ભાણિયા સામે બહેનના અપહરણની ફરિયાદ નોંધાવી છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી બંનેની તપાસ શરૂ કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સરદારનગરના હાંસોલ ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને તેના 22 વર્ષનો કૌટુંબિક ભાણિયા સાથે ગુરુવારે ભાગી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા કૌટુંબિક ભાણિયા સામે સગીરાના ભાઈએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની નાની બહેન ધો-8 પાસ છે. બહેન ઘરોમાં છૂટક કામ કરતી હતી. સગીરા છેલ્લા પાંચ મહિનાથી ઓઢવમાં રહેતા કૌટુંબિક ભાણિયા સાથે વાતો કરકી હતી.

સુરતમાં ધો.7ની વિદ્યાર્થિની ઘરમાંથી 1.84 લાખની મતા ચોરીને પ્રેમી સાથે ફરાર

ગુરુવારે બહેન કહ્યા વગર ઘરેથી જતી રહી છે. બહેન ન મળતા યુવકના ઘરે યુવાનની તપાસ કરાવી તો તે પણ ઘરમાં ન હતો. જેથી સગીરાના ભાઈએ ભાણિયા સામે પોતાની બહેને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી બંન્નેની શોધખોળ હાથ ધરી છે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...