અમદાવાદઃ યુવકે મિત્રની સગીર બહેનની બીભત્સ તસવીરો કરી વાયરલ

News18 Gujarati
Updated: December 17, 2018, 2:00 PM IST
અમદાવાદઃ યુવકે મિત્રની સગીર બહેનની બીભત્સ તસવીરો કરી વાયરલ
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ સગીરાને પોતાના ઘરે બોલાવી તેની બીભત્સ તસવીરો ક્લિક કરી લીધી હતી.

  • Share this:
હર્મેષ સુખડિયા, અમદાવાદ

અમદાવાદઃ શહેરમાં એક સગીરાની તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને તેની શારીરિક છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં અમરાઇવાડી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલો આરોપી સગીરાના ભાઈનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ સગીરાને પોતાના ઘરે બોલાવી તેની બીભત્સ તસવીરો ક્લિક કરી લીધી હતી. એટલું જ નહીં આ તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેની સાથે અડપલાં પણ કર્યા હતા. આ અંગે અમરાઈવાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે સગીરાની માતાએ 16મી ડિસેમ્બરના રોજ અમરાઈવાડી પોલીસ મથકે આ અંગેની ફરિયાદ આપી હતી. સગીરાના પિતાનું પાંચ વર્ષ પહેલા નિધન થઈ ચુક્યું છે. પીડિત સગીરાની માતા અમરાઈવાડીમાં રહીને ઘરકામ કરીને પોતાનો જીવન-નિર્વાહ કરે છે.

આ પણ વાંચોઃ 2018માં જગતભરની રમત-જગતની રોમાંચક તસવીરો અચંબામાં મૂકી દેશે

ફરિયાદ પ્રમાણે પીડિતાની ઉંમર 13 વર્ષ છે, તેમજ તે પણ માતા સાથે ઘરકામ કરે છે. આરોપી સગીરાના ઘરની બાજુમાં જ રહે છે. ફરિયાદ પ્રમાણે આરોપીએ 14/8/2018ના રોજ સગીરાને તેના ઘરે બોલાવી હતી, તેમજ તે તેને પ્રેમ કરે છે એવી વાતો કરીને તેનો વીડિયો ઉતારી તેની તસવીરો ક્લિક કરી લીધી હતી. બાદમાં આ તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેણી સાથે શારીરિક અડપલાં પણ કર્યાં હતા. સગીરાએ જે તે સમયે આ વાત કોઈને કહી ન હતી.

ચોથી ડિસેમ્બરના રોજ સગીરાના ભાઈના મોબાઈલમાં આરોપીએ સગીરાની અમુક બીભત્સ તસવીરો મોકલી હતી. આ અંગે પરિવારે સગીરાની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. જે બાદમાં સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદને પગલે પોલીસે સગીરાના પાડોશમાં રહેતા યુવકની ધરપકડ કરી છે.
First published: December 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...