Home /News /ahmedabad /અમદાવાદ: થલેતજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામમાં બેદરકારી, લોખંડનો પિલર નમી પડ્યો

અમદાવાદ: થલેતજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામમાં બેદરકારી, લોખંડનો પિલર નમી પડ્યો

અમદાવાદ શહેરમાં ઘણા સ્થાનો પર મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં નિર્માણ થયેલ મેટ્રો બ્રિજના એક પિલ્લરના લોખંડનો પિલર નમી પડ્યો છે. ચાલુ વરસાદે લોખંડ પિલર નમી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ: શહેર (Ahmedabad) માં વરસાદી માહોલ વચ્ચે મહાનગર પાલિકા (AMC)ની પ્રીમોનસુનની કામગીરીની પોલ ખુલી ગઇ છે ત્યારે શહેરના થલેતજ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામમાં બેદરકારી (Ahmedabad Metro Rail Project) સામે આવી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં નિર્માણ થયેલ મેટ્રો બ્રિજના એક પિલ્લરના લોખંડનો પિલર નમી પડ્યો છે. ચાલુ વરસાદે લોખંડ પિલર નમી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાં જ આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને મેટ્રો ટીમને મળતા તેઓ પહોંચી ગયા હતા.

અમદાવાદ શહેરમાં ઘણા સ્થાનો પર મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે એવામાં વરસાદી માહોલમાં મહાનગરપાલિકા બાદ હવે મેટ્રો રેલ પ્રોજેકટના કામમાં બેદરકારી સામે આવી છે. આજે શહેરના થલતેજ વિસ્તારમાં નિર્માણ થઇ રહેલ લોખંડનો એક પિલ્લર નમી જતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે સમયસર લોકો સુરક્ષિત સ્થાને ખસી જતા કોઇ જાનહાની થઇ હતી પરંતુ વધુ એક વખત શહેરમાં એક મોટી ઘટના બનતા રહી ગઇ હતી.



જોકે આ ઘટનાની જાણ એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સ્થિતિની જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ 1ના થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક મહિના પહેલા જ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Ahmedabad Metro, Ahmedabad news, Gujarati news, અમદાવાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો