ત્વચા માટે ગુણકારી, પિત્ત માટે ફાયદાકારક અને તાવને હરનાર છે આ લીમડો
ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળા મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણાં ફુલ એટલે કે મોરને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ માનવામાં આવે છે.
Parth Patel, Ahmedabad: ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે. કેટલાક લોકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો રસ પણ પીવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે.
દરરોજ લીમડાનું દાંતણ કરવાથી દાંત અને કડવો રસ પીવાથી પાચનશક્તિ સુધરે છે
પહેલાંના જમાનામાં તો લોકો દાતણ માટે લીમડાની ડાળી વપરાતા હતા. એનાથી દાંતમાં થતો સડો, મોંમાંથી આવતી દુર્ગંધ અને પેઢાંમાંથી લોહી નીકળતું બંધ થાય છે. લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતાં પહેલાં જ અટકી જાય છે. જો લીમડાનો કડવો રસ પેટમાં ઊતરે તો પાચન પણ સુધરે છે. આની અસર ઉનાળામાં જોવા મળતી અળાઈ, ફોલ્લી અને ગૂમડાંથી રક્ષણ મળે છે.
લીમડાનો રસ કેવી રીતે બનાવશો
ચૈત્ર મહિનાના પહેલાં અઠવાડિયામાં લીમડાના 8-10 કુમળા પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે. લીમડાના ઝાડ પરના ઝીણાં ફુલ એટલે કે મોરને અને લીમડાનાં કૂણાં પાનને સર્વરોગ પરિહારક તરીકે પણ માનવામાં આવે છે.
હેલ્થ નિષ્ણાંત ડો. રેણુકાબેન સિદ્ધપુરા સાથે વાત કરતા જણાવ્યું કે લીમડો શીતળ, હળવો, કડવો, તીખો અને પૌષ્ટિક છે. સાથે કૃમિ, ઊલટી, તાવ, રક્તદોષ, કફ-પિત્ત, દાહ અને વાયુને મટાડે છે. લીમડાનો રસ કડવો હોવાથી કફ અને પિત્તનું શમન કરે છે. આખું વર્ષ કફ-પિત્ત અને વાયુના દોષથી બચવું હોય તો ચૈત્ર મહિનામાં આઠ દિવસ સુધી મોરનો રસ કાઢીને પીવો જોઈએ.
આ રસ કડવો હોવાની સાથે તેમાં અજમો, સિંધવ, જીરૂં અને કાળાં મરી જેવા મસાલાઓથી ગુણસંતુલન કરવામાં આવે છે. મલેરિયામાં જ્યારે ક્વિનાઇનની અસર ન થાય ત્યારે લીમડાની છાલના ચૂર્ણ અથવા લીમડાના પાનનો રસ, સિંધવ અને કાળાં મરીનો ઉપયોગ અકસીર નીવડે છે. તાવ આવ્યા પછી તેની રિકવરીમાં પણ સારું પરિણામ આપે છે.
ત્વચા માટે ગુણકારી, પિત્ત માટે ફાયદાકારક અને તાવને હરનાર છે આ લીમડો
ત્વચાના રોગોનું કારણ કફ અને પિત્તનો વિકાર ગણાય છે. લીમડાથી એ બન્ને દોષોની શુદ્ધિ થતી હોવાથી ચામડી માટે અદ્ભુત દવા ગણાય છે. લીમડામાં રહેલાં નિમ્બિન, નિમ્બિનિન અને નિમ્બિડિન જેવાં કેમિકલ્સ વાઇરસ અને ફૂગનો નાશ કરે છે. સાથે ખીલ, ખરજવું, ચામડીમાં બળતરા જેવી તકલીફોમાં પણ રાહત આપે છે. પેટમાં કૃમિ થયા હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી તે નીકળી જાય છે.
લીમડાનો રસ ન પીવાતો હોય તો લીમડાનાં પાન વાટી તેમાં ચપટી હિંગ ભેળવીને ખાઈ જવાથી રાહત મળે છે. પિત્તને કારણે તાવ આવ્યો હોય અને શરીરમાં બળતરા થતી હોય તો લીમડાનાં પાનનો રસ કાઢીને ખૂબ જ ફીણવું. પિત્ત ચડી ગયું હોય તો લીમડાનાં પાનનો રસ પીવાથી ઊલટી થઈને પિત્ત બહાર નીકળી જાય છે. લીમડાના પાનના રસમાં ચપટી ખડીસાકર મેળવીને 8-10 દિવસ સુધી પીવાથી શરીરની વધારાની ગરમી દૂર થાય છે.
માત્ર ચૈત્ર મહિનામાં જ લીમડાનો રસ પીવાય છે
આમ લીમડો ખૂબ ગુણકારી છે પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું. બારે માસ લીમડાનો રસ પીવો એ બધા માટે હિતકારી નથી. તેનું કારણ એ છે કે જ્યારે ઋતુ પરિવર્તન થાય ત્યારે તેની સીધી અસર આપણા શરીરમાં કફ-પિત્ત જેવા રોગો ઊભા કરે છે. જ્યારે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર આવે છે. જે શરીરના કેટલાય રોગો દૂર કરે છે. માટે લીમડાનો રસ જે તે સમયે પીવો પણ હાનિકારક છે.
લીમડાનો શરીરના બાહ્ય ઉપયોગ માટે છૂટથી કરી શકાય. પરંતુ મોં વાટે લેતાં પહેલાં શરીરના દોષોની અવસ્થા અને વ્યક્તિની પ્રકૃતિને આધારે આયુર્વેદની સલાહ લેવી જરૂરી છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.