Home /News /ahmedabad /Gujarat Politics: રેશ્મા પટેલ આપમાં જોડાયા, 'અમે રાજકારણ નહીં રાજનીતિ કરવા આવ્યાં છીએ'

Gujarat Politics: રેશ્મા પટેલ આપમાં જોડાયા, 'અમે રાજકારણ નહીં રાજનીતિ કરવા આવ્યાં છીએ'

રેશ્મા પટેલ આપ પાર્ટીમાં જોડાયા.

'મેં ગરીબ, શોષિત લોકોનો અવાજ બનવા માટે હંમેશા મારી શક્તિ અર્પણ કરી છે. સામાન્ય માણસને રોટી, કપડા ઔર મકાન સાથે આરોગ્યની જરૂર હોય છે. તેનો મને વિશ્વાસ છે કે, આ આમ આદમી પાર્ટી જ આપી શકશે.'

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ : ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે તમામ પક્ષોના અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ટિકિટ ન મળતા રેશ્મા પટેલે પણ NCPમાંથી રાજીનામું આપીને આપમાં જોડાઇ ગઇ છે. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે, રેશ્મા પટેલે NCPથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી. પંરતુ એનસીપી અને કોંગ્રેસનાં ત્રણ બેઠકનાં ગઠબંધનને કારણે તેમને ત્યાંથી ટિકિટ મળવાનો કોઇ રસ્તો રહ્યો નથી. જેથી ટિકિટ ન મળતા રેશ્મા પટેલ NCPથી નારાજ હતા. નોંધનીય છે કે, આ પહેલા કાંધલ જાડેજાએ પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે.

    રેશ્મા પટેલનું સંબોધન


    આ અંગે રેશ્મા પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીના નામ પરથી જ જાણી શકાય છે કે, આ પાર્ટી સામાન્ય માણસો માટે કામ કરતી પાર્ટી છે. મેં ગરીબ, શોષિત લોકોનો અવાજ બનવા માટે હંમેશા મારી શક્તિ અર્પણ કરી છે.

    આ પણ વાંચો:  દાદાએ ચાર વર્ષની પૌત્રી દુષ્કર્મ આચર્યું, પછી ઠંડા કલેજે કરી હત્યા

    આ સાથે તેમણે જણાવ્યુ કે, 'સામાન્ય માણસને રોટી, કપડા ઔર મકાન સાથે આરોગ્યની જરૂર હોય છે. તેનો મને વિશ્વાસ છે કે, આ આમ આદમી પાર્ટી જ આપી શકશે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, અમે અહીં રાજકારણ નહીં રાજનીતિ કરવા આવ્યાં છીએ.'


    કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનથી નારાજ


    નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન કર્યું છે. જેથી રેશમા પટેલની સૌરાષ્ટ્રથી ચૂંટણી લડવાની ઈચ્છા રહી ગઈ હતી. ત્યારે આજે સવારે આસપાસ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં રેશ્મા પટેલ આપમાં જોડાયા છે. તેની સાથે જ રેશમા પટેલને આમ આદમી પાર્ટી વિરમગામથી હાર્દિકની સામે રેશમા પટેલને લડાવવાની તૈયારી કરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन