Home /News /ahmedabad /Gujarat politics: કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધનથી રેશ્મા ગુસ્સે ભરાઇ, જાણો શું બોલી ગઇ?

Gujarat politics: કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધનથી રેશ્મા ગુસ્સે ભરાઇ, જાણો શું બોલી ગઇ?

રેશમા પટેલ ફાઇલ તસવીર

આપમાં જોડાવવા અંગે રેશ્મા પટેલે જણાવ્યુ કે, રાજનીતિમાં પરિવર્તન આવતું હોય છે. હું મારો સમય અને શક્તિ એવી પાર્ટીમાં નહીં બગાડુ કે જ્યાં કદર ન હોય.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીએ ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધું છે. જે બાદ એનસીપી નેતા રેશ્મા પટેલ નારાજ દેખાઇ રહ્યા છે. રેશ્મા પટેલ ગોંડલથી ઉમેદવારી કરવાનાં મૂડમાં હતા. ત્યારે પાર્ટીનાં આ નિર્ણયથી અનેક સમીકરણો બદલાઇ શકે છે. આ ગઠબંધન બાદ રેશ્મા પટેલે જણાવ્યું કે, 'હું પાર્ટીથી નારાજ છું. આમ આદમી પાર્ટી સારું જ સ્ટેન્ડ છે.'

    રેશમા પટેલ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન પર ખુશ નથી. આ અંગે અમારી ચેનલ પર રેશ્મા પટેલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ ગઠબંધનથી હું ઘણી દુખી છું. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર અમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી. તેમણે પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, આ રાજનીતિ છે અહીં મહિલાઓ અને જાતે સંઘર્ષ કરતા લોકોને વધારે મહેનત કરવી પડે છે.

    અપક્ષ ચૂંટણી લડવા અંગે રેશ્મા પટેલે જણાવ્યું કે, મારી પાસે બે દિવસનો સમય છે હું વિચારીશ. પરંતુ હું એવું નથી ઇચ્છતી કે, કોઇપણ સમીકરણ એવું રચાય કે, જેનાથી બીજેપી જીતે. એટલે હું ફૂંકી ફૂંકીને પગલું મુકીશ. જો હું જીતું તેવું દેખાશે તો હું ચોક્કસ ઝંપલાવીશ.

    આ પણ વાંચો: કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધનથી રેશ્મા ગુસ્સે ભરાઇ, જાણો શું બોલી ગઇ?

    આપમાં જોડાવવા અંગે રેશ્મા પટેલે જણાવ્યુ કે, રાજનીતિમાં પરિવર્તન આવતું હોય છે. હું મારો સમય અને શક્તિ એવી પાર્ટીમાં નહીં બગાડુ કે જ્યાં કાર્યકર્તાઓની કદર નથી હોતી. આમ આદમી પાર્ટી સારું જ સ્ટેન્ડ છે. મેં ક્યારેય એને વખોડી નથી. તો હવે કોંગ્રેસ પણ છે અને આપ પણ છે. હું એનસીપીથી નારાજ છું. હું જે પણ કરીશ તે ઓફીશિયલી કરીશ.

    આ પણ વાંચોઆ શરતથી કાંધલ જાડેજા અને રેશ્મા પટેલનો અટવાયો પેચ

    નોંધનીય છે કે, કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રભારી સહિત નેતાઓ સાથે બેઠક થઇ હતી. ઘણાં સમયથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી હતી.
    " isDesktop="true" id="1282378" >

    હવે પ્રશ્ન એ છે કે, એનસીપી કુતિયાણાથી કાંધલ જાડેજાને મેન્ડેટ નહીં આપે આ સાથે ગોંડલથી રેશ્મા પટેલને પણ NCP મેન્ડેટ નહીં આપે. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્ચું છે કે, જો એનસીપીનાં લોકો અપક્ષ ઉમેદવારી કરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन