Home /News /ahmedabad /Ahmedabad : કોલેજિયન યુવતી પર નેવી ઓફિસરે વારંવાર ગુજાર્યો બળાત્કાર, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

Ahmedabad : કોલેજિયન યુવતી પર નેવી ઓફિસરે વારંવાર ગુજાર્યો બળાત્કાર, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં આંદામાન-નિકોબારમાં ફરજ બજાવતા એક નેવી ઓફિસરે કોલેજિયન યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારીને તેને વહેતો કરવાની ધમકી આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

    મૂળ મધ્યપ્રદેશના ભોપાલની રહેવાસી 19 વર્ષીય યુવતી સપના (નામ બદલ્યુ છે) 3 વર્ષ પહેલા ભોપાલમાં નીટની તૈયારી કરી રહી હતી. ત્યારે તેણે ઇંગ્લિશ શીખવા માટે મોબાઇલમાં ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

    જો કે આ એપ્લિકેશન દ્વારા કોલિંગ પણ થતુ હતું. જેથી તેના માધ્યમથી યુવતી હાલમાં આંદામાન-નિકોબાર ખાતે ફરજ બજાવતા નેવી ઓફિસર ધનરાજ જગદીશભાઇ પ્રજાપતિના સંપર્કમાં આવી હતી. જેથી બંને ફોન પર વાતો કરતા હતા.

    આ પણ વાંચો :  ચૂંટણી ટાણે સટ્ટા બજાર ગરમ : ગુજરાતમાં બીજેપીને કેટલી સીટો મળશે? સટ્ટાબાજોએ લગાવ્યું આ અનુમાન

    જ્યારે બીજી બાજુ સપનાના માતા-પિતાએ છૂટાછેડા લીધા હોવાથી સપનાએ ધનરાજ સાથે માતા-પિતાના છૂટાછેડા વિશે વાત કરી હતી. જેથી ધનરાજે સપનાને અમદાવાદ આવી જવા કહ્યું હતું. પરંતુ સપનાએ ઇનકાર કર્યો હતો. જો કે બાદમાં સપનાને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મળી જતાં તે અમદાવાદ રહેવા આવી ગઇ હતી.

    જે બાદ સપના અને ધનરાજની મુલાકાત શરૂ થઇ ગઇ. એક દિવસ ધનરાજે સપનાને કહ્યું કે, મારી પાસે તારો ન્યૂડ વીડિયો છે, તે વાયરલ કરી દઇશ. આવી ધમકી આપીને ધનરાજે સપના સાથે શારીરિક સંબંધ બાંધ્યો.

    આ પણ વાંચો :  અમદાવાદમાં PMનો રોડ-શો: આજે બહાર નીકળતાં પહેલા જાણો કયા રસ્તા બંધ હશે


    વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ધનરાજે અવારનવાર સપના પર બળાત્કાર ગુજાર્યો. થોડા સમય પહેલા જ ધનરાજ અમદાવાદ આવ્યો અને ફરી તે જ વીડિયો બતાવીને તેને વાયરલ કરવાની ધમકી આપી સપના સાથે મારઝૂડ કરીને ફરી બળાત્કાર ગુજાર્યો.

    તે બાદ ધનરાજ હેરાન પરેશાન કરતો હોવાથી આખરે સપનાએ કંટાળીને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વાડજ પીઆઇ સી.જી.જોશીએ કહ્યું કે, ધનરાજ વિરુદ્ધ જરૂરી પુરાવા એકઠા કર્યા બાદ તેની ધરકપડ કરવામાં આવશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Ahmeadabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Rape News

    विज्ञापन
    विज्ञापन