Home /News /ahmedabad /Navratri in Gujarat: નવરાત્રીમાં યુવક યુવતીઓના 80% લફરાં પકડાય છે: પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરવાનો ટ્રેન્ડ વધ્યો

Navratri in Gujarat: નવરાત્રીમાં યુવક યુવતીઓના 80% લફરાં પકડાય છે: પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરવાનો ટ્રેન્ડ વધ્યો

જાસુસી કરતા પ્રાઇવેટ ડિટેકટિવના મતે જાસૂસીના 80 ટકા કિસ્સાઓમાં યુવક યુવતીઓના લફરાં સામે આવે છે. 

Navratri 2022: 'નવરાત્રીમાં એક નાઈટ માટે જાસુસીનો ચાર્જ 25થી 30 હજાર વસુલ કરવામાં આવે છે. પુરી નવરાત્રી દરમિયાન પણ આ પ્રકારે અમારી ટીમ જાસૂસી કરે છે.'

અમદાવાદ: નવરાત્રીને લઈ ગરબે ઘુમવા ખેલૈયા સજ્જ થઈ ગયા છે. ત્યારે ગરબે ઘુમવા જતા ખેલૈયાઓનો પીછો કરી તેમની જાસૂસી કરવાનો ટ્રેન્ડ પણ આજ કાલ વધી રહ્યો છે. તે પછી માતા પિતા પોતાના સંતાનોની કે પતિ પત્ની એકબીજાની જાસૂસી કરવા માટે પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરે છે. જાસુસી કરતા પ્રાઇવેટ ડિટેકટિવના મતે જાસૂસીના 80 ટકા કિસ્સાઓમાં યુવક યુવતીઓના લફરાં સામે આવે છે.

નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં થનગનાટ  જોવા મળે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ખેલૈયાઓમાં ઉત્સાહ પણ વધુ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતા યુવક યુવતીઓની ગરબે ઘુમતા ઘુમતા નજર મળી જતી હોય છે. ત્યારે પોતાનું સંતાન ગરબે રમવા જતા આડે પટે તો નથી ચઢી જતું ને તેને લઈ સંતાનો પર ધ્યાન રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘણા કિસ્સાઓમાં માતા પિતા ખુદ પોતાના સંતાનોનો પીછો કરી જાસુસી કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે.

અમરેલીના સાંસદને આવ્યો યુવતીનો અશ્લીલ વીડિયો કોલ

બીજીતરફ નવરાત્રી આવતા પ્રાઇવેટ ડિટેકટિવ પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે. ત્યારે આ અંગે 25 વર્ષથી પ્રાઇવેટ ડિટેકટિવ તરીકે જાસુસી કરતા રિટાયર્ડ આર્મી ઓફિસર લલિત રાવલ જણાવે છે કે, નવરાત્રીમાં જાસૂસીના 80 ટકા કિસ્સાઓમાં યુવક યુવતીઓના લફરાં સામે આવે છે. નવરાત્રીમાં એક નાઈટ માટે જાસુસીનો ચાર્જ 25થી 30 હજાર વસુલ કરવામાં આવે છે. પુરી નવરાત્રી દરમિયાન પણ આ પ્રકારે અમારી ટીમ જાસૂસી કરે છે.

જાસુસી કરતા રિટાયર્ડ આર્મી ઓફિસર લલિત રાવલ


અમદાવાદ: પ્રેમલગ્ન બાદ મહિલા રિવરફ્રન્ટ પરથી ઝંપલાવવા ગઇ

તેમણે વધુમાં જણાવ્યુ કે, નવરાત્રીમાં માતા પિતા તો પોતાના સંતાનોની જાસુસી કરાવે જ છે સાથે પતિ પત્ની પણ એક બીજાની જાસૂસી કરાવતા હોય છે. તેવી જ રીતે યુવક યુવતીઓની સગાઈ થઈ હોય તો તેઓની પણ જાસુસી કરવામાં આવતી હોય છે. જેથી પોતે પસંદ કરેલું પાત્રનો પેચ ક્યાંય બીજે તો ફસાયો નથી ને. માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ક્લાયન્ટ જાસુસીની ડિમાન્ડ કરે છે. આવી ડિમાન્ડ આવતા જે તે પાત્રની જાસુસી કરી તેના વીડિયો અને પુરાવા ક્લાયન્ટને આપી દેવાના હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, નવરાત્રી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन