Home /News /ahmedabad /નવરાત્રીમાં ગરબે ઘુમતા થાક લાગે છે? થોડી રાહત માટે પેઇન કિલર લેતા ચેતજો

નવરાત્રીમાં ગરબે ઘુમતા થાક લાગે છે? થોડી રાહત માટે પેઇન કિલર લેતા ચેતજો

ગરબાની પ્રતીકાત્મક તસવીર

Navratri 2022: નવલી નવરાત્રી ચાલી રહી છે અને ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ ગરબે ઘુમતા થાક પણ લાગે તે સ્વાભાવિક છે.

અમદાવાદ: નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે અને ખૂબ લાંબા સમયથી ગરબે ઘુમવા થનગની રહેલા ખેલૈયાઓ પણ મન મુકીને ઝૂમી રહ્યા છે. સામાન્યરીતે ગરબે ઘુમતા ખેલૈયાઓને થાક લાગે છે કે પછી પગમાં દુઃખાવો થાય છે. જો આવો દુઃખાવો થતો હોય તો તેનો ઈલાજ પણ કુદરતી રીતે જ કરશો. ઝડપથી દુઃખાવો દૂર કરવાની લ્હાયમાં પેઇન કિલરનું સેવન ભારે પડી શકે છે. ક્યારેક વધુ પડતી પેઇન કિલર દવાઓ લેવાથી કિડનીને નુક્સાન થઈ શકે છે. ૉ

આજકાલ શરીરમાં કોઈપણ દુઃખાવો થાય કે, તરત તેને દૂર કરવા પેઇન કિલર લઈ લેવાનો ટ્રેન્ડ બની રહ્યો છે. જોકે, આ પ્રકારનો ટ્રેન્ડ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. નવલી નવરાત્રી ચાલી રહી છે અને ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ ગરબે ઘુમતા થાક પણ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ દુખાવા પર વારંવાર પેઇન કિલર લઇ લેતા લોકોએ હવે વિચારવું પડે તેમ છે.

ઘણીવાર લોકો સામાન્ય માથુ દુખે કે હાથપગ કળતર થાય તો પણ પેઇન કિલર લઇ લેતા હોય છે. પણ આ લોકો માટે ચેતવણી રૂપ બાબત એ સામે આવી છે કે,  વધારે પડતા પેઇનકિલર લેવા એ આરોગ્ય માટે હાનિકારક હોય છે. લોકો દુખાવામાં રાહત મેળવવા માટે વિચાર્યા વગર પેઇનકિલર લઈ લેતા થઈ ગયા છે જેનાથી તેઓને તે સમયે તો દુખાવામાં રાહત મળી તો જાય છે. પરંતુ આ પેઇનકિલર દવાઓના કારણે સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે.

આ પણ વાંચો: અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું, 4 લોકોનાં મોત

તબીબી નિષ્ણાતોના મતે કોઈપણ દુઃખવાના કિસ્સામાં દવા ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ. વધુ પડતી પેઇન કિલર હાડકા પર ખરાબ અસર કરે છે મોટાભાગે સાંધાનો દુખાવો થવાને કારણે લોકો પેઇનકિલર દવાઓ ખાય છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી હાડકાઓ પર ખરાબ સાઇડ ઇફેક્ટ પડે છે અને હાડકા નબળા પડી જવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો: જુના વાદ્યો અને લોકગીતો પર યોજાશે ભવ્ય રાસ ગરબા

આ ઉપરાંત પેઇનકિલર દવાઓ કરોડ રજ્જુ પર પણ ખરાબ અસર કરે છે. જરૂર કરતાં વધારે પ્રમાણમાં પેઇનકિલર દવાઓના સેવનથી કિડનીને સૌથી વધારે નુકશાન પહોંચે છે અને તેનાથી કિડની પર અસર થવાની શકયતાઓ વધી જાય છે. મહત્વનુ છે કે જો ગરબે ઘુમતા પગમાં દુખાવો થાય તો હુંફાળા ગરમ પાણીથી તેને શેક આપવાથી રાહત થાય છે. આવી જ રીતે સામાન્ય દુઃખવામાં પેઇન કિલરથી દૂર રહેવું હિતાવહ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Navratri 2022, અમદાવાદ, ગુજરાત, નવરાત્રી

विज्ञापन
विज्ञापन