Home /News /ahmedabad /Navratri: ગુજરાતના જાણીતા 300 કલાકારો GMDC ગ્રાઉન્ડમાં ગરબા-રમઝટની જમાવટ કરશે

Navratri: ગુજરાતના જાણીતા 300 કલાકારો GMDC ગ્રાઉન્ડમાં ગરબા-રમઝટની જમાવટ કરશે

જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે આ વર્ષે કુલ 8 ગેટ બનાવવામાં આવ્યા છે. (ફાઇલ તસવીર)

Ahmedabad GMDC Garba: શહેરના GMDC ગ્રાઉન્ડ પર રવિવારથી રિહર્સલ યોજાશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે. 29મીએ PM મોદી વાયબ્રન્ટ નવરાત્રીમાં આરતી કરે એવી શક્યતાઓ છે.

    અમદાવાદ: બે વર્ષ બાદ શહેરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેને લઇ ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગનાટ છે. ત્યારે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા 300 કલાકારો અહીં ગરબા-રમઝટની જમાવટ કરશે.

    શહેરના GMDC ગ્રાઉન્ડ પર રવિવારથી રિહર્સલ યોજાશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે. 29મીએ PM મોદી વાયબ્રન્ટ નવરાત્રીમાં આરતી કરે એવી શક્યતાઓ છે. જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.



    જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે આ વર્ષે કુલ 8 ગેટ બનાવવામાં આવ્યા છે. જેમાં મેઈન મેઈન ગેટને ત્રણ દરવાજાના રેપલિકા પ્રમાણે બનાવાયો છે. આ ગેટ પરથી વીવીઆઈપી પ્રવેશ આપવામાં આવશે. આઠ ગેટને હેરિટેજ લુક અપાતા GMDC ગ્રાઉન્ડ રંગીન બનીને નવરાત્રીની રાહ જોઈ રહ્યું છે.

    આ પણ વાંચો- બાલાસિનોરથી વિરણીયા સુધીનો 100 કરોડના ખર્ચે બનેલો રસ્તો 4 મહિનામાં તૂટી ગયો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલબિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો તેની પણ રેપ્લિકા જીએમડીસી ગ્રાઉન્ડમાં બરોબર વચ્ચે જોવા મળશે. જોકે, આ રેપ્લિકા અને કોઈ અડે નહીં તે માટે તેને ચારે બાજુથી કવર કરવામાં આવશે બીજી તરફ VVIP માટે પણ વિશેષ પ્રકારે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

    અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે, આ ગ્રાઉન્ડ પર 9 દિવસ ફ્રી ગરબા રમવાની સુવિધા ગુજરાતવાસીઓને મળશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Garba, Navratri 2022, ગુજરાત, નવરાત્રી

    विज्ञापन
    विज्ञापन