દેશમાં પ્રથમ વખત જોવા મળ્યો ઝીકા વાયરસ,અમદાવાદમાં નોધાયા 3 કેસ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 8:59 AM IST
દેશમાં પ્રથમ વખત જોવા મળ્યો ઝીકા વાયરસ,અમદાવાદમાં નોધાયા 3 કેસ
દેશમાં પ્રથમ વખત ઝીકા વાયરસના દર્દીઓ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે. ડબલ્યુએચઓ દ્વારા આ અંગે પુષ્ટી કરાઇ છે. આ કેસ ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 8:59 AM IST
દેશમાં પ્રથમ વખત ઝીકા વાયરસના દર્દીઓ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે. ડબલ્યુએચઓ દ્વારા આ અંગે પુષ્ટી કરાઇ છે. આ કેસ ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યા છે.
ડબલ્યુએચઓના રીપોર્ટ અનુસાર ભારત અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાપુનગર વિસ્તારમાં ઝીકા વાયરસના દર્દીઓ હોવાની પુષ્ટી કરી છે.
રિપોર્ટમાં કહેવાયુ છે કે, અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા બાદ આ ઝીકા વાયરસની પુષ્ટી લેબોરેટ્રી તપાસમાં થઇ છે. જે પછી પુણેમાં ચાર જાન્યુઆરી 2017ના પણ પુષ્ટી કરાઇ છે. પછી એક્યૂટ ફેબ્રાઇલ ઇલનેસ અને એટીનેટાલ ક્લિનિક તપાસમાં બંને આના જેવા મામલા સામે આવ્યા છે.
ડબલ્યુએચઓએ દાવો કર્યો છે કે વાયરસ આગળ વધતો અટકાવવા કદમ ઉઠાવાયા છે. આ માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં એક ટાસ્ટ ફોર્સ બનાવી છે.

નોધનીય છે કે ઝીકા વાયરસ બીમારી, એડીઝ મચ્છરો દ્વારા ફેલાય છે. જેના લક્ષણ બુખાર,માંસપેશિયો અને જોડોનો દુખાવો, માથુ દુખવું અને ચક્કર આવવા વગેરે સામેલ છે.
First published: May 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर