સુપ્રીમ કોર્ટનો સુબ્રત રાયને ઝટકો,34હજાર કરોડની એમ્બે વેલીની હરાજીનો આદેશ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 7:17 PM IST
સુપ્રીમ કોર્ટનો સુબ્રત રાયને ઝટકો,34હજાર કરોડની એમ્બે વેલીની હરાજીનો આદેશ
ઇન્વેસ્ટરોને રૂપીયા નહી ચુંકવતા હવે સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખને મોટો ઝટકો આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સહારા સમુહની 34 હજાર કરોડની એમ્બે વેલી સંપતિની હરાજી કરી નાખો. સુપ્રીમ કોર્ટએ આ આદેશ મુંબઇ હાઇકોર્ટના ઓફિશન લિક્ટિડેટરને આપ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 7:17 PM IST
ઇન્વેસ્ટરોને રૂપીયા નહી ચુંકવતા હવે સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખને મોટો ઝટકો આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સહારા સમુહની 34 હજાર કરોડની એમ્બે વેલી સંપતિની હરાજી કરી નાખો. સુપ્રીમ કોર્ટએ આ આદેશ મુંબઇ હાઇકોર્ટના ઓફિશન લિક્ટિડેટરને આપ્યો છે.
આ સાથે કોર્ટે સહારા સમૂહના પ્રમુખ સુબ્રત રાયને 28 એપ્રિલે વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમુર્તિ એ કે સિકરીની ખંડપીઠએ સહારા સમૂહએ પાંચ હજાર કરોડ રૂપિયા જમા નહી કરાવતા કડક વલણ અપનાવ્યું છે. ખંડપીઠએ કહ્યુ કે બહુ થયુ હવે એવું નહી થાય કે આજે તમે કંઇ કહો અને કાલે ફરી જાઓ.
કોર્ટે ચેતવણી આપતા કહ્યુ કે, અનાદર કરાશે તો પછી કાયદા કીય રીતે સજા ભોગવવા પણ તૈયાર રહેવું પડશે.
નોધનીય છે કે સુપ્રીમ કોર્ટે 6 એપ્રિલે સહારા સમુહને ચેતવણી આપતા કહ્યુ હતું કે 17 એપ્રીલ સુધી જો તે 5092.6 કરોડની રકમ સેબી-સહારાના ખાતામાં જમા કરાવવામાં નિષ્ફળ રહેશે તો કોર્ટને મજબૂર થઇ તેની એબી વેલીની સંપતિની હરાજી કરવી પડશે.
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर