શિવસેનાના મહાડેશ્વર બન્યા BMCના મેયર, ડિપ્ટી મેયર બન્યા હિંમાંગી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
શિવસેનાના મહાડેશ્વર બન્યા BMCના મેયર, ડિપ્ટી મેયર બન્યા હિંમાંગી
મુંબઇ:શિવસેનાના વરિષ્ઠ નેતા રહેલા વિશ્વનાથ મહાડેશ્વરને દેશની સૌથી મોટી મહાનગર પાલિકા બૃહદ મુંબઇ નગર નિગમ(બીએમસી)ના મેયર બનાવાયા છે. બીએમસીના અધિકારીઓએ બુધવારે નવા મેયરના નામની ઘોષણા કરી છે. 56વર્ષના મહાડેશ્વર બાંદ્રા વોર્ડથી ત્રણ વાર બીએમસીમાં જીતીને ગયા છે. ડિપ્ટી મેયર પદ માટે શિવસેનાના હિમાંગી વર્લીકરની પસંદગી થઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ:શિવસેનાના વરિષ્ઠ નેતા રહેલા વિશ્વનાથ મહાડેશ્વરને દેશની સૌથી મોટી મહાનગર પાલિકા બૃહદ મુંબઇ નગર નિગમ(બીએમસી)ના મેયર બનાવાયા છે. બીએમસીના અધિકારીઓએ બુધવારે નવા મેયરના નામની ઘોષણા કરી છે. 56વર્ષના મહાડેશ્વર બાંદ્રા વોર્ડથી ત્રણ વાર બીએમસીમાં જીતીને ગયા છે. ડિપ્ટી મેયર પદ માટે શિવસેનાના હિમાંગી વર્લીકરની પસંદગી થઇ છે. મુંબઈ મહાનગરપાલિકા મેયર અને ઉપમેયર બન્ને પદે શિવસેના ઉમેદવારનો વિજય થયો છે. 171 નાં બહુમત સાથે શિવસેના ઉમેદવાર વિશ્વનાથ મ્હાડેશ્વર મેયર પદે અને 166 નાં બહુમત સાથે મહિલા ઉમેદવાર હેમાંગી વરલિકરએ વિજય પરચમ લહેરાવ્યો છે. જો કે મુંબઈના મેયર પદ માટે કોંગ્રેસે પણ ઉમેદવારી નોંધાવી હતીકોંગ્રેસે મેયર પદ માટે વિઠ્ઠલ લોકરે અને ઉપમેયર પદ માટે બીની ફ્રેડ ડિસોઝાને ઉમેદવારી આપી હતી. જો કે અગાઉ જ ભાજપે મેયરની ચૂંટણીમાં શિવસેના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી હતી. તેમજ આ વખતે મેયર કે પાલિકા સમિતિની એકપણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત ભાજપે કરી હતી મેયર પદ અને ઉપમેયર પદની જાહેરાત થવાની વેળા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ પાલિકા કાર્યાલય પહોંચ્યા હતાં અને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. શિવસેનાએ પાલિકા કાર્યાલયથી હુતત્માં ચૌક સુધી વિજય રેલી કાઢી છે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर