CBSE 12th Result 2017: 99.6% સાથે રક્ષા ગોપાલ ટોપર, શુ કહ્યુ જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 1:47 PM IST
CBSE 12th Result 2017: 99.6% સાથે રક્ષા ગોપાલ ટોપર, શુ કહ્યુ જાણો
સીબીએસઇ 12નું પરિણામ આજે જાહેર કરાયુ છે. કુલ આખા દેશનું 82 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા એક ટકા ઓછુ છે. ત્યારે નોએડા એમિટી ઇન્ટરનેશન સ્કુલની છાત્રા રક્ષા ગોપાલે 99.6 ટકા સાથે દેશમાં ટોપર રહી છે. તેની માર્કશીટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. રક્ષાને ઇગ્લિશ,પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં 100 માર્કસ એટલે કે પુરેપુરા માર્કસ આવ્યા છે. જ્યારે હિસ્ટ્રી અને સાયકોલોજીમાં 99 માર્કસ મળ્યા છે. તેને દરેક વિષયમાં એ1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 1:47 PM IST
સીબીએસઇ 12નું પરિણામ આજે જાહેર કરાયુ છે. કુલ આખા દેશનું 82 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા એક ટકા ઓછુ છે. ત્યારે નોએડા એમિટી ઇન્ટરનેશન સ્કુલની છાત્રા રક્ષા ગોપાલે 99.6 ટકા સાથે દેશમાં ટોપર રહી છે. તેની માર્કશીટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. રક્ષાને ઇગ્લિશ,પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં 100 માર્કસ એટલે કે પુરેપુરા માર્કસ આવ્યા છે. જ્યારે હિસ્ટ્રી અને સાયકોલોજીમાં 99 માર્કસ મળ્યા છે. તેને દરેક વિષયમાં એ1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.

raksha

CBSE ટોપરમાં બીજા નંબરે ચંદીગઢની ભૂમિ સાવંત છે. તેણે 99.4 ટકા માર્કસ પાર્પત કર્યા છે. જ્યારે ટોપમાં ત્રીજા નંબરે આદિત્ય જૈન છે તેને કોમર્સમાં 99.2 ટકા આવ્યા છે. આદિત્ય સાથે ભાવનાવાસના જ મન્નત લુથરા પણ 99.2 ટકા લાવી ટોપર્સ થ્રીમાં રહ્યા છે.

આ ત્રણ વેબસાઇટ પર જઇને તમે ચેક કરી શકો છો પરિણામ




www.cbse.nic.in

cbseresults.nic.in

results.nic.in

આજે જાહેર થતા પરિણામમાં છાત્રોને ગ્રેસ માર્ક્સ જોવા નહી મળે. જો કે બોર્ડે સ્પષ્ટ કરી દીધુ છે કે આજે જે રીઝલ્ટ જાહેર થશે તેમાં ગ્રેસ માર્ક નહી જોડવામાં આવે. પરંતુ બહુ ઝડપી સીબીએસઇની વેબસાઇટwww.cbse.nic.in અથવા માર્કશીટ પર તેને દર્જ કરી દેવાશે.

આ પુર્વે સીબીએસઈ12મીના પરિણામો પર સસ્પેન્સને લઇ માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશભરના વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા કહ્યુ ચિંતા ન કરશો, છાત્રો સાથે ના ઇન્સાફી નહી થાય.

કેવી રીતે જાણશો તમારુ પરિણામ

રિજલ્ટ જાહેર થયા પછી પહેલા બોર્ટની આધિકારીક વેબસાઇટ  cbse.nic.incbseresults.nic.in અથવા  results.nic.in પર જાવો

- ત્યાર પછીCBSE 12th Result 2017 લિંક પર ક્લિક કરો.

- જરૂરી માહિતી પુર્ણ કરો

- સબમિટ લિંક પર ક્લિક કરો પછી તમારુ રિઝલ્ટ સામે દેખાશે.

First published: May 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर