રાષ્ટ્રપતિની ચુંટણી પર ચર્ચા માટે પીએમ મોદીએ ઉદ્ધવને ડિનર માટે બોલાવ્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાષ્ટ્રપતિની ચુંટણી પર ચર્ચા માટે પીએમ મોદીએ ઉદ્ધવને ડિનર માટે બોલાવ્યા
રાષ્ટ્રપતિ ચુંટણીની તૈયારીઓમાં બીજેપી લાગી ગઇ છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને આ રણનિતી પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિનર પર આમંત્રિત કર્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાષ્ટ્રપતિ ચુંટણીની તૈયારીઓમાં બીજેપી લાગી ગઇ છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને આ રણનિતી પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિનર પર આમંત્રિત કર્યા છે. પીએમ તરફથી આવનારા અઠવાડિયામાં રાજગના સહયોગી દળો માટે રાત્રિભોજનું આયોજન કરાયું છે. શિવસેનાના સુત્રોએ કહ્યુ, મોદીએ ગુડી પડવા પછી બેઠક બોલાવી છે અને વધુ સંભાવના છે કે આ 29 માર્ચએ થશે. ઉદ્ધવ ઠાકરે બેઠકમાં હાજર રહેશે. શિવસેનાના એક નેતાએ કહ્યુ, આ મોદીજીની રાત્રિભોજ કૂટનીતિ છે જેમાં તેઓ રાષ્ટ્રપતિ ચુંટણી માટે કોઇ નામ પર સહમતિ સાંધવાનો પ્રયાસ કરશે. નોધનીય છે કે, આ વર્ષે જુલાઇમાં રાષ્ટ્રપતિ ચુંટણી થવાની સંભાવના છે. આ વચ્ચે ભાજપના એક કેન્દ્રીય નેતાએ દાવો કર્યો કે રાષ્ટ્રપતિ પદ માટે ભાજપના વરિષ્ટ્ર નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ઝારખંડના રાજ્યાપલ દ્રૌપદી મુરમૂના નામ ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 25જુલાઇ 2012ના પદભાર સંભાળ્યો હતો. જે 25 જુલાઇ પહેલા નિર્વાચિત થઇ જશે. લોકસભા, રાજ્યસભા અને વિભિન્ન રાજ્યા વિધાનસભાઓના બધા સદસ્યો રાષ્ટ્રપતિ ચુંટણીમાં મતદાન કરે છે. શિવસેના સુત્રોએ કહ્યુ ભલે બીજેપીને લોકસભામાં બહુમત હાસલ છે પરંતુ અન્ય રાજ્યોમાં સત્તા છે તો પણ સહયોગી દળોને શિકાયતનો મોકો આપવા માગતી નથી. આ માટે જ મોદીજીએ રાત્રિભોજનું આયોજન કરેલું છે.
First published: March 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर