ICJમાં ભારતની જીત પછી મુશર્રફનો બકવાસ, જાધવને કહ્યા કસાબથી મોટો આતંકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 3:37 PM IST
ICJમાં ભારતની જીત પછી મુશર્રફનો બકવાસ, જાધવને કહ્યા કસાબથી મોટો આતંકી
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ મામલે ભારતની મોટી જીત થઇ છે. જેને લઇ પાકિસ્તાની નેતાઓ ઉકળી ઉઠ્યા છે. આ મામલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ નિવેદન આપતા પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે જાધવ જે અજમલ કસાબ કરતા પણ મોટો આતંકી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 3:37 PM IST

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવ મામલે ભારતની મોટી જીત થઇ છે. જેને લઇ પાકિસ્તાની નેતાઓ ઉકળી ઉઠ્યા છે. આ મામલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ નિવેદન આપતા પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે જાધવ જે અજમલ કસાબ કરતા પણ મોટો આતંકી છે.

શુક્રવારે એઆરવાઇ ન્યૂઝ સાથે વાતચીતમાં મુશર્રફે કહ્યુ કુલભૂષણ જાધવ અજમલ કસાબથી મોટો આતંકી છે. કસાબ તો માત્ર એક પ્યાદુ હતો. જ્યારે જાધવ ડર્જનો લોકોને આતંકી ગતિવિધિઓથી લિપ્ત કરાવવા જવાબદાર છે. જાસૂસ હોવાનો દાવો કરતા પાકિસ્તાને દાવો કર્યો કે તેણે ઘણાની હત્યા કરી હોઇ શકે છે.

આ પહેલા જાધવ મામલે ભારતની જીતને લઇ પાકિસ્તાનમાં રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાની વિપક્ષી દળોએ ભારતની જીત પાછળ પાકિસ્તાનની નબળી દલિલોને એક કારણ માન્યુ છે. કેટલાકે તો ભારત અને શરીફ વચ્ચે ગુપ્ત સમજોતા થયાનો આરોપ લગાવ્યો છે.


First published: May 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर