સુકમા હુમલોઃ150નક્સલી છોકરીઓએ જવાનો પર વરસાવી ગોળીઓ,25લાખનો વોન્ટેડ ઇનામી હિડમા છે માસ્ટરમાઇન્ડ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 6:48 PM IST
સુકમા હુમલોઃ150નક્સલી છોકરીઓએ જવાનો પર વરસાવી ગોળીઓ,25લાખનો વોન્ટેડ ઇનામી હિડમા છે માસ્ટરમાઇન્ડ
છત્તીસગઢના સુકમામાં ગઇકાલે નક્સલીઓએ હુમલો કરીને એક સાથે 25 સીઆરપીએફ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. નક્સલીઓના ટોળામાં મોટીસંખ્યામાં છોકરીઓ પણ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી નજરે જોનારાનું માનીએ તો 300 નક્સલીઓએ હુમલો કર્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 25, 2017, 6:48 PM IST
છત્તીસગઢના સુકમામાં ગઇકાલે નક્સલીઓએ હુમલો કરીને એક સાથે 25 સીઆરપીએફ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. નક્સલીઓના ટોળામાં મોટીસંખ્યામાં છોકરીઓ પણ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી નજરે જોનારાનું માનીએ તો 300 નક્સલીઓએ હુમલો કર્યો હતો.
સીઆરપીએફ પ્રવક્તા ડિપ્ટી કમાન્ડર રાજીવના જણાવ્યા અનુસાર સુકમામાં નક્સલી હુમલામાં લગભગ 150 પુરુષ અને 150 છોકરીઓ સામેલ હતી. એમનું કહેવું છે કે આવું પહેલી વાર થયું છે.
સુત્ર જણાવે છે કે હુમલા દરમિયાન નક્સલી છોકરીઓનું ટોળુ પહેલા અર્ધ શૈનિકદળો સામે પહોચે છે. જેમાંથી 50થી 60 નક્સલી છોકરીઓ પાસે કોઇ હથિયાર ન હતા. પરંતુ સુરક્ષાદળો પર ગોળીઓ શરૂ થઇ ગઇ હતી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે હુમલાની શરૂઆત હથિયારબંધ છોકરીઓના અન્ય ટોળા દ્વારા જ કરાઇ હતી. પછી પુરુષ નક્સલીઓએ જવાનો પર ગોળીઓ વરસાવાનું શરૂ કર્યું હતું.
માસ્ટર માઇન્ડની શોધમાં લાગી સીઆરપીએફ ઇટેલીજન્સ

ડિપ્ટી કમાડેટ રાજીવે વધુમાં કહ્યુ હતું કે, સુકમા હુમલાનો માસ્ટરમાઉન્ડ હિડિમા મનાય છે. હિડિમા નક્સલી સંગઠન પીપલ્સ લિબરેશન ઓફ ગુરિલ્લા આર્મીનો મુખિયા છે. 25વર્ષનો હિડિમા સુકમા પાલોડી ગામનો રહીશ છે. હિડિમાનું સંગઠન બુરકાપાલ અને ચિંતાગુફા વિસ્તારમાં સક્રિય છે. હિડિમાને ઘાત લગાવી હુમલો કરવામાં માસ્ટરમાઇન્ડ મનાય છે. આ સીઆરપીએફ પર હુમલાની ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. હિડિમા મોસ્ટ વોન્ટેડ માઓવાદી છે. જેના પર 25લાખ રૂપિયાનું ઇનામ પણ છે.
First published: April 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर