સહારનપુર હિંસાઃ ભીમ સેનાના સંપર્કમાં હતો માયાવતીનો ભાઇ,યોગીને ગુપ્ત રિપોર્ટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 10:28 AM IST
સહારનપુર હિંસાઃ ભીમ સેનાના સંપર્કમાં હતો માયાવતીનો ભાઇ,યોગીને ગુપ્ત રિપોર્ટ
સહારનપુર ઘટના પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુપ્ત રિપોર્ટ મોકલવામાં આવી છે. ન્યુઝ18ને સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ રિપોર્ટમાં માયાવતીનો ભાઇ આનંદ પર સવાલો ઉઠાવાયા છે. આમા કહેવાયું છે કે આનંદ ભીમ સેનાના સંપર્કમાં હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 25, 2017, 10:28 AM IST
સહારનપુર ઘટના પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુપ્ત રિપોર્ટ મોકલવામાં આવી છે. ન્યુઝ18ને સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ રિપોર્ટમાં માયાવતીનો ભાઇ આનંદ પર સવાલો ઉઠાવાયા છે. આમા કહેવાયું છે કે આનંદ ભીમ સેનાના સંપર્કમાં હતો.
9 પેજના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, આનંદ એક અન્ય વ્યક્તિના માધ્યમથી ભીમસેનાના નેતા ચંદ્રશેખરના સંપર્કમાં હતો. જો કે રિપોર્ટમાં કોઇ વિત્તીય કે સામરિક મદદ અંગે નથી કહેવાયું. રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે માયાવાતીએ સહારનપુર હેલીકોપ્ટરથી જવા માટે મંજુરી લીધી નથી.
બુધવારે મુજફ્ફરનગરમાં ભુઢાના કોતવાલીમાં જ્યા બંને પક્ષોમાં વિવાદમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. જ્યારે કકરોલી પોલીસ ક્ષેત્રમાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દેવાઇ છે.
નોધનીય છે કે, એક્સન લેતા સરકારે સહારનપુરના એએસપી શુભાષચંદ્ર દુબે અને ડીએમ એનપીસિંહને હટાવી દીધા છે.
First published: May 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर