કરોડોની ફી વસુલતા હરીશ સાલ્વેએ જાધવને બચાવવા લીધો માત્ર 1 રૂપિયો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 16, 2017, 1:43 PM IST
કરોડોની ફી વસુલતા હરીશ સાલ્વેએ જાધવને બચાવવા લીધો માત્ર 1 રૂપિયો
ભારતના કુલભૂષણ જાધવને મુક્ત કરાવવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખટખટાવાયા છે. સોમવારે ભારતે જાધવ મામલે કોર્ટમાં પોતાની દલીલો રજુ કરી હતી. આ કામ માટે ભારત તરફથી વરીષ્ઠ વકીલ હરીશ સાલ્વેની નિયુક્તી કરાઇ છે. જાધવને છોડાવવાના પક્ષમાં તેમણે દલીલો કરી હતી
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 16, 2017, 1:43 PM IST
ભારતના કુલભૂષણ જાધવને મુક્ત કરાવવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખટખટાવાયા છે. સોમવારે ભારતે જાધવ મામલે કોર્ટમાં પોતાની દલીલો રજુ કરી હતી. આ કામ માટે ભારત તરફથી વરીષ્ઠ વકીલ હરીશ સાલ્વેની નિયુક્તી કરાઇ છે. જાધવને છોડાવવાના પક્ષમાં તેમણે દલીલો કરી હતી.
ટ્વીટર પર સોમવારે કુલભૂષણ જાધવ સાથે સાથે હરીશ સાલ્વેનું નામ પણ ટ્રેડ થતુ રહ્યું. લોકો હરીશ સાલ્વેની ફીને લઇ અલગ અલગ ટ્વીટ કરતા હતા. કેટલાક કહેતા કે આ કામ માટે ભારતે તેમનો કરોડો ફી ચુકવી હશે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેમણે કહ્યુ સાલ્વેએ આ કામ માટે કેટલી ફી લીધી છે.
ફિલ્મકાર અશોક પંડિતે ટ્વીટ કર્યુ સારુ થયુ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કપિલ સિમ્બલ કે સલમાન ખુર્શીદ નહી પરંતુ હરીશ સાલ્વે ગયા છે.
પછી સુષમા સ્વરાજે ટ્વીટ કરી ચોખવટ કરી હતી કે હરીશ સાલ્વેએ આ મામલે નામ માત્રની ફી લીધી છે. સુષમાએ લખ્યુ કે હરીશ સાલ્વેએ આ કેસ માટે માત્ર એક રૂપિયો ફી લીધી છે.

પછી હરીશ સાલ્વેની તારીફમાં કેટલાક ટ્વીટ થયા જેમાં કહેવાયુ કે આ જાણ્યા પછી તેમના પ્રત્યે સન્માન વધી ગયું છે.
નોધનીય છે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કુલભૂષણ જાધવ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાઇ હતી. હરીશ સાલ્વેએ ભારત તરફથી પક્ષ રાખતા કહ્યુ કે, જો પાકિસ્તાન દ્વારા જાધવને ફાંસી આપી દેવાશે તો તે યુદ્ધ અપરાધ બરાબર મનાશે.
First published: May 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर